ગાંધીનગરમાં એલ.આર.ડી પરીક્ષા મુદ્દે મહિલા ઉમેદવારોનું આંદોલન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-19 11:48:22
  • Views : 603
  • Modified Date : 2019-12-19 11:48:22

ગઈકાલે બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા મુદ્દે સરકારે
પરીક્ષા રદ્દ કરી છે, ત્યાં આજે ફરી એક આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉભું થયું છે. એલઆરડી પરીક્ષામાં મેરીટ અને ભરતી સબંધી સરકારના અન્યાય સામે હવે એસ.સી/એસ.ટી અને એસ.ઈબીસી મહિલા ઉમેદવારો મેદાને આવ્યા છે.
આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એસસી, એસટી અને એસઈબીસી કવોટામાં આવતી મહિલા ઉમેદવાર મેરીટના મુદ્દે ભરતી પ્રક્રિયા સામે આંદોલન માટે આવી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ઓગષ્ટ ૨૦૧૮માં પોલીસ વિભાગની એલઆરડી સંવર્ગની કુલ ૯૭૧૩ જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે ૩૦૭૭ જેટલી જગ્યાઓ હતી, જેની
પરીક્ષા સરકારે ૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરીટ ૩૧ ઓક્ટોબરે રીલીઝ કરવામાં આવ્યું.
આથી આજે મહિલા ઉમેદવારો સરકાર સામે એટલા માટે આવી છે કે, સરકારે જાણી જોઈને સીધી રીતે ૫૧% અનામત સીટ જનરલ કેટેગરીને ફાળવી દીધી છે, જેમાં એસસી, એસટી અને ઓબીસીના મેરીટ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવતો નથી. આ ભરતીમાં ઉમેદવાર કાજલબેન વેગડાએ જણાવ્યું કે, ભરતી સમયે સરકારે એસસી-એસટીના જનરલ મેરીટમાં સમાવેશ ન થવા બાબતે ઉલ્લેખ જ ન હતો કર્યો. જેથી હવે અમે રીઝલ્ટ રીસેટ કરવા અને
એસસી-એસટી અને ઓબીસીની મહિલા ઉમેદવારોનો જનરલમાં સમાવેશ કરવામાં આવે છે.


Download Our B K News Today App



Related News