ભાજપની સેન્સ પ્રક્રિયાએ ઉમેદવારોની ઉંઘ ઉડાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:03:18
  • Views : 320
  • Modified Date : 2021-03-24 11:03:18

મહાપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા ગતરોજ મંગળવારે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. સવારે શરૂ થયેલી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે એક વોર્ડમાં ૫૦ કરતા વધારે ઉમેદવારો ઉમટી પડ્યા હતા. કમલમ્‌ કાર્યાલય, સેક્ટર ૧૯ મેયર બંગલો, સેક્ટર ૧૨ ખાતે વોર્ડના કાર્યકરો ઉમેદવારી કરવા દોડ્યા હતા. પરંતુ એક વોર્ડમાં અનેક ઉમેદવારો સામે આવતા સેન્સ પ્રક્રિયામાં જ ઉમેદવારોની ઉંઘ ઉડી ગઇ હતી.
પાટનગરમાં આગામી ૧૮ એપ્રિલે મહાપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાશે. જેને લઇને ભાજપે તૈયારીઓને આખરી ઓપ આપવાનુ શરૂ કરી દીધું છે. ગત મંગળવારે એક જ દિવસે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. સૌથી વધુ ઉમેદવારો વોર્ડ નંબર ૮
અંબાપુર, પોર, સરગાસણમાંથી આવ્યા હતા. દિવસભર શહેર અલગ અલગ જગ્યાએ લેવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં મેળા જેવો માહોલ જાેવા મળતો હતો. બપોરના સમયે આકરા તાપમાં પણ ઉમેદવારો પોતાના નંબરની રાહ જાેઇ બેઠા રહ્યા હતા.
સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી હતી. વધારે ઉમેદવારોના કારણે નિરીક્ષકોની કામગીરીમાં વધારો થયો હતો. જ્યારે દાવેદારી કરવા આવનાર ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે આવતા જાેવા મળતા હતા. નિરીક્ષકોએ સંગઠનમાં કામગીરીના સવાલો કરતા અનેક ઉમેદવારોના મોતીયા મરી ગયા હતા. બીજી તરફ સેન્સ પ્રક્રિયા સમયે દાવેદારોના ધાડેધાડા ઉતરતા સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા જાેવા મળ્યા હતા. અનેક દાવેદારો માસ્ક વિના જાેવા મળતા હતા.

Download Our B K News Today App



Related News