બનાસકાંઠાની ૩ નગરપાલિકાના ૩૪૭ ઉમેદવારોના ભાવિ સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 11:07:23
  • Views : 330
  • Modified Date : 2021-03-01 11:07:23

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની પાલનપુર, ડીસા, ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા થરા
નગરપાલિકાની વોર્ડ નં. ૧ (બીજી, ત્રીજી) અને ધાનેરા નગરપાલિકાની વોર્ડ નં.૩ (બીજી), કાંકરેજ તાલુકા આॅ
પંચાયતની ૧૪-માંડલા તથા
 દાંતીવાડા તાલુકા પંચાયતની
૯- મોટીમહુડીની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ આશરે ૬૩.૭૫  ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં ડીસામાં૧૫૨, પાલનપુરમાં ૧૩૮ અને ભાભરમાં ૫૭ મળી ને કુલ ૩૪૭ ઉમેદવારોની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં
પાલનપુર ભાભર ડીસા આ ત્રણ જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. જેમાં ડીસા ખાતે ૧૧ વોર્ડમાં ૪૪ બેઠક પર  ૧૫૨ ઉમેદવારોની ચૂંટણીનું મતદાન ૮૮ બુથ પર,
પાલનપુરમાં ૧૩૮ ઉમેદવારો માટે ૧૨૮ બુથ પર અને ભાભરમાં ૫૭ ઉમેદવારો માટે ૨૦ બુથ પર મતદાન યોજાયું હતું. જેમાં તાજેતરમાં જ રાજ્ય સભાના સાંસદ દિનેશ અનાવાડિયા ડીસા ડી. એન. પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. તો બીજી તરફ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યું હતું. તેમજ ડીસામાં ફરીવાર ભાજપનો કેસરીયો લહેરાશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો. સવારથી સાંજ સુધી લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું સાંજના છ વાગ્યાના સમયે જ ત્રણેય નગરપાલિકા ઓના કુલ ૩૪૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં સીલ થયા હતા. હવે નગરપાલિકાઓમાં કોણ સત્તા હાંસલ કરશે  તે તો બે તારીખે મતગણતરી બાદ જ ખ્યાલ આવશે.


Download Our B K News Today App



Related News