માણસા તાલુકા અને જિલ્લાની બેઠક ઉપર ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 11:19:50
  • Views : 295
  • Modified Date : 2021-02-13 11:19:50

માણસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોની યાદી બહાર પાડી હતી ત્યારબાદ આજે એ તમામ ઉમેદવારોએ સવારે શહેરના એક પાર્ટી પ્લોટમાં એકઠા થઈ
પક્ષના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા બાદ પોતાના ટેકેદારો સાથે વિજય મુહૂર્તમાં  ઉમેદવારી ફોર્મ ભરી સુપરત કર્યા હતા તો કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી
પણ મેન્ડેટની અપેક્ષાએ ફોર્મ ભરાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકા પંચાયતની ૨૬ અને જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે આ વખતે ખરાખરીનો જંગ ખેલાવાનો છે આ ચૂંટણીમાં ભાજપ કોઈપણ ભોગે સ્પષ્ટ બહુમતીથી તાલુકો અને જિલ્લા પંચાયત સર કરવા માટે મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ગઈકાલે પક્ષ દ્વારા ઉમેદવારોની યાદીની ઘોષણા કરવામાં આવી હતી તે તમામ ઉમેદવારો  શહેરના એક પાર્ટી પ્લોટમાં સવારે મીટીંગ સ્વરૂપે એકત્રિત થયા હતા અને ત્યાંથી વાજતેગાજતે વિજય મુહૂર્તમાં
પોતાનું ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી તો કોંગ્રેસ પક્ષ દ્વારા હજી સુધી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી પરંતુ બિન વિવાદ વાળી બેઠકો પર સંભવિત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે ફોર્મ વિતરણ થયું હતું અને ૨૨ ઉમેદવારોના ફોર્મ પરત આવ્યા હતા તેવી જ રીતે તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે ૯ ફોર્મનું વિતરણ થયું હતું અને ૮૬ ઉમેદવારોના ફોર્મ પરત આવ્યા હતા જ્યારે નગરપાલિકાની એક વોર્ડની
પેટા ચૂંટણી માં આપ પાર્ટીના ૧ ઉમેદવારનું ફોર્મ આજે પરત આવ્યું હતું.

Download Our B K News Today App



Related News