પાલનપુર ન.પા.ચૂંટણી યુવાન અને શિક્ષિત ઉમેદવારોએ માંગી ટિકિટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 11:37:06
  • Views : 529
  • Modified Date : 2021-01-30 11:37:06

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. કોંગ્રેસ તરફથી હજુ કોઈ ચહલ પહલ નથી.આમ આદમી પાર્ટી દરેક વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉભા રાખવાનું જાહેર કર્યું છે.ત્યારે આ વખતે પાલનપુર નગર
પાલિકાની ચૂંટણી રસપ્રદ બને એવું દેખાઈ રહ્યું છે.
પાલનપુરમાં આ વખતે યુવાન અને શિક્ષિત કાર્યકરો ટિકિટની માંગણી કરી ચુક્યા છે. જાે ભાજપ નવા ચહેરા મેદાનમાં ઉતારે તો જ તેને ફરી સત્તા પ્રાપ્ત થાય એમ છે. આમ આદમી
પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને
પાલનપુર નગરપાલિકાના પાર્ટી ઇન્ચાર્જ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભ્રષ્ટાચારી ન હોય અને લોક સેવા કરવા માંગતા શિક્ષિત યુવાનો મોટી સંખ્યામાં પાલનપુરમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
આ તરફ ધારાસભ્ય મહેશ
પટેલ કોંગ્રેસના ઉમેદવારો માટે વોર્ડ મુજબ ગોઠવણ કરવામાં વ્યસ્ત હોવાનું જાણવા મળે છે. કેટલાક યુવાનોએ ભાજપ કે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી
પાર્ટી પાસેથી પણ ટિકિટ મેળવવાની આશા છે. ભાજપ
પૈકી ટિકિટ માટેના ઉમેદવારો અત્યારે એમના રાજકીય ગુરુ દ્વારા ટિકિટ મેળવવા માટે ભાજપમાં લોબીંગ કરી રહ્યા છે. ભલે ભાજપ કે કોંગ્રેસ હોય,પાલનપુર નગરપાલિકામાં યુવાન ઉમેદવારો મળે એ જ સૌથી મોટી વાત છે. કોંગ્રેસના કાર્યકરો ધારાસભ્ય પાસે ટિકિટની અપેક્ષા રાખી બેઠા છે ત્યારે ભાજપ દ્વારા  વોર્ડ નંબર છ થી અગિયાર સુધી ઉમેદવારો માટે સેન્સ લેવાનું શરૂ કર્યું છે. બે દિવસ દરમિયાન ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમના નામ ખરડાયેલ નથી અને જે સેવા કરવાના વિચારથી
રાજકારણમાં પ્રવેશ મેળવે છે એવા ઉમેદવારોને પસંદ કરવાથી કોઈ પણ પાર્ટીને ચોક્કસ લાભ મળશે.
અત્યારે તો ભાજપ પાસે ટિકિટ માગનાર વધારે છે. દરેક વોર્ડમાંથી જરૂર કરતાં વધારે લોકો ટિકિટ માગે છે. શહેર પ્રમુખ અને ભાજપના કાર્યકરોનો ઉત્સાહ કહે છે પરંતુ બધા ઉમેદવારોને ટિકિટ માટે પસંદ કરવામાં ન આવે ત્યારે કેટલાક પ્રશ્નો સામે આવે છે. હાલ તો ટિકિટ વેચણી પ્રક્રિયા શરૂ થઈ છે એટલે અત્યારે તો યુવાનો અને નવા ચહેરા રાજકીય પાર્ટીઓ
પસંદ કરશે તેવું જણાઈ આવે છે.

Download Our B K News Today App



Related News