ચૂંટણી લડવાની લાળ ટપકતા ચૂંટણી નહીં યોજવા વિરોધ કરતા વસાહત મહાસંઘના હોદેદાર ઉમેદવારી કરવા દોડી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 11:55:27
  • Views : 285
  • Modified Date : 2021-03-25 11:55:27

ગાંધીનગરની નામી અનામી હસ્તીઓએ પણ ચૂંટણી નિરીક્ષકો સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં ગાંધીનગર શહેર વસાહતના મહામંત્રી રાજેન્દ્ર પારેખે પણ ભાજપના દરબારમાં ટિકિટ મેળવવા માટે લાઈનમાં જાેડાઈ ગયા હતા. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા કોરોનાની મહામારીના કારણે ચૂંટણી નહીં યોજવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. જે બાદ બીજા જ દિવસે ચૂંટણી પંચે ચૂંટણી યોજવા હુકમ કરી દેતા ભારે ચહલપહલ મચી ગઈ હતી.  ગાંધીનગર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા તથા સંઘ દ્વારા જાેડાયેલા સિનિયર સિટીઝનોએ વિરોધ દર્શાવીને પ્લેકાર્ડ લઈને દરેક જગ્યાએ વિરોધ કર્યો હતો. મહા સંઘના મહામંત્રી રાજેન્દ્ર
 પારેખે સેક્ટર ૨માં તારીખ ૨૨ માર્ચના રોજ પ્લેકાર્ડ સાથે સેક્ટર-૨ના બગીચામાં વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સેક્ટર ૧૨ ખાતે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવતી હતી ત્યાં પોતે ઉમેદવાર હોય તે મુરતિયા બનવા ઉમેદવારી નોંધાવી છે.જાેકે સૂત્રોના જણાવ્યા અનુસાર  ચૂંટણી નિરીક્ષક દ્વારા તેમની ઉંમરનું કારણ દર્શાવી ઘસીને નાં પાડી દેવામાં આવતાં મહામંત્રી રાજેન્દ્ર પારેખ અને વીલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી. આમ ગાંધીનગરના વસાહત મહાસંઘના હોદ્દેદારો દ્વારા દૂધમાં અને દહીંમાં બે બાજુ પગ રાખતા લોકોએ પણ તેમના વિરોધમાં ફિટકાર વરસાવી હતી. જે લોકો પોતે ચૂંટણી રદ કરવા માટે ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે તે પોતે જ ઉમેદવારી કરવા દોડી ગયા છે.એક તરફ ચૂંટણી વિરોધી સભાઓ કરનાર મહા સંઘના મહામંત્રી
રાજેન્દ્ર પારેખ પણ
પોતાની ઉમેદવારી નોંધાવવા ભાજપના દરબારમાં આવી
પહોંચતા ચૂંટણી નિરીક્ષક ગોરધન ઝડફિયાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
આ અંગે વસાહતમાં સંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાને આ અંગે પૂછવા માટે સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ કર્યો ન હતો. સૂત્રો ના જણાવ્યાં અનુસાર વસાહત મંડળના આ કિસ્સા બાદ શહેરમાંથી ઠેર ઠેર ઠપકા મળતા હોવાથી ફોન
ઉપાડવાનું ટાળ્યું હતું.

Download Our B K News Today App



Related News