વલાદ સીટમા ભાજપે સૌથી નાની વયના મહિલા ઉમેદવાર ઉતાર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 11:58:47
  • Views : 347
  • Modified Date : 2021-02-25 11:58:47

ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકમાં વલાદ બેઠક ઉપર ભાજપમાંથી ચૂંટણી લડતા મહિલા ઉમેદવાર સૌથી નાની વય ધરાવે છે.
ભાજપે શિક્ષિત ઉમેદવાર ઉતારતા ભાજપ હાલમાં બેઠક ઉપર આગળ ચાલી રહ્યુ છે. ૨૧૪૦૦ મતદાર ધરાવતી વલાદ બેઠક ઉપર ઠાકોર સમાજનુ પ્રભુત્વ છે. પરંતુ નાના ચિલોડા વિસ્તાર બેઠકમાંથી બાદ થતા બેઠક ઉપર હાલમાં ભાજપ જાેરમાં ચાલી રહ્યુ છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતમા મતદાનન નજીક આવી રહ્યુ છે તેમ ચિત્ર બદલાઇ રહ્યુ છે. કોંગ્રેસનો ગઢ ગણાતા જિલ્લામાં ભાજપ ગાબડા પાડવા પ્લાન કરી રહ્યુ છે. ત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નવી બનેલી વલાદ બેઠક ઉપર ભાજપે રંજનબેન જાદવ (ઠાકોર)ને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવાર જિલ્લાના તમામ ઉમેદવાર કરતા નાની ઉંમર ધરાવે છે.માત્ર ૨૨ વર્ષની ઉંમરે ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા મતદારો પણ ઉત્સાહ પૂર્વક આવકાર આપી રહ્યા છે.
વલાદ બેઠક હાલમાં એક તરફી ભાજપ તરફ આગળ ચાલી રહી છે. બેઠક ઉ૫ર ઠાકોર મત મહત્વના છે. વલાદ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા પ્રચારમાં નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારની સાથે ઘરે ઘરે જઇને ઢોલ વગાડી મતદારો પોતાન મતાધિકારનો ઉપયોગ કરે તે માટેનો પ્રચાર કરી રહ્યા છે.  ગામમાં દરેકના ઘરે ઢોલ વાગતા અનેક મતદારો ઘર બહાર જાેવા નિકળી રહ્યા છે.  ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજમાંથી આવે છે. ૯૧૦૦ મતદાર ઠાકોર સમાજ છે, જ્યારે રબારી સમાજના ૧૪૦૦, અનુસૂચિત જાતિના ૭૫૦ મત મહત્વના જાેવા મળી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચારમાં ભાજપના રંજનબેનને મતદારો ઉમળકાભેર વધાવી રહ્યા છે. બેઠકમાં આવતા શાહપુર, ફિરોઝપુર, જેઠીપુરા સહિતના ગામના આગેવાનો ભાજપનો કેસરીયો કરાવે તો નવાઇ નહિ, ભાજપ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છેકે, જિલ્લા પંચાયતમાં નવી ટર્મમાં સૌથી નાની ઉંમર ધરાવતા ભાજપના વલાદ બેઠકના સદસ્ય હશે. જાેકે, સાચુ ચિત્ર તો ૨જી માર્ચના રોજ સામે આવશે.

Download Our B K News Today App



Related News