પાલનપુર શહેર કોંગ્રેસ ઉમેદવાર પસંદગી માટે બેઠક યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:23:21
  • Views : 308
  • Modified Date : 2021-02-02 11:23:21

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં વિવિધ પક્ષો અને કાર્યકરોમાં લાગી ગયા છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરાયા છે. ભાજપ દ્વારા બે દિવસ પહેલા ઉમેદવાર
પસંદગી પૂર્ણ કરવામાં આવી છે. હજુ ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. આ સંજાેગોમાં પાલનપુર શહેર કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રદેશ પ્રભારી જી.એમ.
પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.  સવારે ૧૦.૩૦ કલાકથી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ઉમેદવાર પસંદગી માટે વોર્ડ એકથી અગિયારમાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા સૌએ કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ પસંદગીની બેઠકમાં પ્રભારી જી.એમ.
પટેલ, ધારાસભ્ય મહેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ,પાલનપુર શહેર કોંગ્રેસ અધ્યક્ષ, મહિલા મોરચાના અગ્રણીઓ હાજર રહેશે.

Download Our B K News Today App



Related News