દૂધનો દાઝ્‌યો છાશ ફૂંકીને પીશે ઃ કોંગ્રેસ વટલાઇ જાય નહિ તેવા ઉમેદવાર પસંદ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:57:52
  • Views : 323
  • Modified Date : 2021-03-19 11:57:52

મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય
પાર્ટીઓ દ્વારા શરૂ કરી દેવાઇ છે. ભાજપ, આપ અને કોંગ્રેસ પણ હવે બેઠક કરવા લાગી ગઇ છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના નિરીક્ષકોની હાજરીમા રાયસણમા વિસ્તૃત કારોબારી યોજાઇ હતી. જેમા શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિક શાહે સંબોધન કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ હવે પક્ષ પલ્ટો કરે તેવા ઉમેદવારોને ટીકીટ આપશે નહી. જ્યારે આ કાર્યક્રમમાં ૨૦૦ યુવાનોએ જાેડાઇને કોંગ્રેસના હાથને સાથ આપ્યો હતો.
ગાંધીનગર મહાપાલિકામા બે ટર્મથી કોંગ્રેસના હાથમા આવેલો કોળિયો છીનવાઇ જઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ હવે આગામી ચૂંટણીમાં દૂધનો દાઝ્‌યો છાશ ફૂંકીને પીશે તેવુ જાેવા મળી રહ્યુ છે. ભાજપ, આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસે પણ હથિયાર હાથમાં લીધા છે. તાજેતરમાં રાયસણમા આવેલા પાર્ટી પ્લોટમાં કોંગ્રેસના નિરીક્ષકોની હાજરીમાં વિસ્તૃત કારોબારી યોજવામા આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિક શાહે કહ્યુ હતુ કે, ગાંધીનગર મહાપાલિકામાં બે ટર્મમાં મતદારોને કોંગ્રેસને જ જનાદેશ આપ્યો છે.પરંતુ ક્યાંક લાલચુ નેતાઓના કારણે કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવાઇ ગઇ છે. પરંતુ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ટકોરા મારીને ઉમેદવારોને પસંદ કરશે. વટલાઇ જાય તેવા ઉમેદવારોને પહેલાથી જ બહારનો રસ્તો બતાવવામાં આવશે. ઉલ્લેખનિય છેકે, કોંગ્રેસને અન્ય કોઇ નહિ
પરંતુ કોંગ્રેસ જ હરાવી રહી છે. નેતાઓ પોતાના સ્વાર્થ માટે ગદ્દારી કરતા આવ્યા છે અને તેના કારણે જ કોંગ્રેસનો હાથ ઢીલો પડી રહ્યો છે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરા જાેશ સાથે ચૂંટણી લડી રહી છે ત્યારે ક્યાંક કોંગ્રેસ આ સુનામીમા ધોવાઇ ના જાય તે પણ કોંગ્રેસના નેતાઓએ જાેવુ પડશે.

Download Our B K News Today App



Related News