પેટા ચૂંટણીમાં આજે ૧૨ વાગ્યા પછી ઉમેદવારોના નામ જાહેર કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-29 11:26:33
  • Views : 597
  • Modified Date : 2019-09-29 11:26:33

ગુજરાત વિધાનસભાની છ બેઠકો પર યોજનારા પેટા ચૂંટણી માટે ભારતીય જનતા
પાર્ટી આજે બપોરે ૧૨ વાગ્યા
પછી ઉમેદવારોના નામ જાહેર કરશે. હાલ પ્રદેશ બીજેપી તરફથી નામોની પેનલ બનાવીને દિલ્હી હાઇકમાન્ડને મોકલી દેવામાં આવી છે. દિલ્હી ખાતે બીજેપી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓ છ બેઠક માટે ઉમેદવારના નામો પર અંતિમ મોહર લગાવશે.
આ પહેલાં જ રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાને લીલીઝંડી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. સોમવારે બીજેપીના છ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરશે. તમામ ઉમેદવારો વિજયમૂહુર્તમાં ફોર્મ ભરશે.  એવી પણ માહિતી મળી છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સોમવારે રાધનપુર ખાતે હાજર રહેશે. આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ફોર્મ ભરશે. જ્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયા બાયડ ખાતે હાજર રહેશે. આ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભરશે. નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયા છે. રાધનપુર અને બાયડ સિવાય, અમરાઇવાડા, લુણાવડા, ખેરાલુ અને થરાદ બેઠક પર બીજેપીના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે.

Download Our B K News Today App



Related News