વાવ તાલુકાના ઉમેદપુરા ગામે પાણીનો કકળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-03 11:47:19
  • Views : 429
  • Modified Date : 2020-06-03 11:47:19

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજ્યભરના લોકોનું જીવવું મુશ્કેલ બની ગયુ છે. ત્યારે થરાદ-વાવના આંતરિયાળ વિસ્તાર એવા રણને અડીને આવેલા ગામોમાં પીવાના
પાણીની ભંયકર તંગી જોવા મળી રહી છે.
વાવ તાલુકાના ઉમેદપુરા ગામમાં પીવાના પાણીની તંગી પડી રહી છે. આ વિસ્તારના લોકોને પાંચ કિલોમીટર દૂર
પીવાનું પાણી ભરવા જવુ પડે છે. આજુબાજુના ગામોમાં
એક-બે બોર આવેલા છે. પરંતુ ત્યાં પણ પાણીનો અભાવ જોવા મળે છે. ઉમેદપુરા ગામના
સરપંચ જગદીશભાઈ રબારીએ જણાવ્યું હતું કે અમારા ગામની પીવાના પાણીની સમસ્યા માટે પાણી પુરવઠા વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આ પાણી સમસ્યા હલ થઈ નથી. પાણી
પુરવઠા વિભાગના રાણા અને ઈશ્વરભાઈ ઉડાઉ જવાબ આપે છે. કોઈ જ અમારૂ સાંભળતુ નથી. આ બાબતે ગામના લોકોએ જણાવ્યું હતું કે પીવાનું પાણી છેલ્લા ૧૫ દિવસથી આવતુ નથી અને વારંવાર
પીવાના પાણીની સમસ્યાને કારણે અમે કંટાળી ગયા છીએ. પાણી માટે કોઈ જ ટેન્કરની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. અમારે પાંચ કિલોમીટર દૂર પાણી માટે ભટકવું પડે છે, પરંતુ તંત્ર કોઈ જ ધ્યાન આપતું નથી. ગામના આગેવાન વિષ્ણુભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ સમસ્યા વિશે વારંવાર તંત્રનું ધ્યાન દોર્યુ છે, છતાં ઉડાઉ જવાબ મળે છે. હાલમાં આ કાળઝાળ ગરમીને લીધે માનવજીવન ઉપરાંત પશુ
પક્ષીઓની હાલત પણ બદતર થવા પામી છે. આ ગામમાં પાણીની સમસ્યા વહેલી તકે હલ થાય તેવું ગામલોકો ઈચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News