એલઆરડી ભરતીમાં જગ્યા વધારાની માંગ સાથે આંદોલન કરવા આવેલા ઉમેદવારોની હવા નીકળી ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 10:51:56
  • Views : 344
  • Modified Date : 2020-12-14 10:51:56

એલઆરડી ભરતીમાં ન્યાય મેળવવા મહિલાઓએ  ગાંધીનગરમાં એક મહિના કરતાં વધુ સમય આંદોલન કર્યું હતું. જેનું પરિણામ પણ મળ્યું હતું ત્યારે પુરુષ ઉમેદવારો દ્વારા પણ મહિલાઓની જેમ તેમની જગ્યા વધારવામાં આવે તેવું આંદોલન કરવામાં આવ્યું હતું. ગત રવિવારે ન્યાય મેળવવા માટે ગાંધીનગરની બાનમાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પોલીસ જાેઇને ઉમેદવારોની હવા નીકળી ગઈ હતી. માત્ર ૧૦ જેટલા ઉમેદવારો જ
આંદોલનમાં પહોંચ્યા હતા જેમની પોલીસે અટકાયત કરી હતી.
રાજ્યનું પાટનગર હોવાના કારણે ગાંધીનગરમાં ન્યાય મેળવવા માટે રાજ્યભરના લોકો આંદોલન કરવા આવતા હોય છે. ત્યારે એલઆરડી ભરતીમાં પુરુષ ઉમેદવારોને અન્યાય થયો હોવાની માંગને લઇને છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા ઉપર
આંદોલન કરવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરના સત્યાગ્રહ છાવણીમાં પણ ઉમેદવારો દ્વારા કોરોના વાયરસ પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ તેમની માંગ સરકાર દ્વારા
સ્વીકારવામાં આવી નથી.
એલઆરડી મહિલા ઉમેદવારની જેમ પુરુષ ઉમેદવાર દ્વારા ભરતીમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ગાંધીનગર સેન્ટ્રલ વિંસ્ટા ગાર્ડન ખાતે ધરણા કરવા આવ્યા હતા.  પરંતુ અટકાયત કરવામાં આવી હતી  ઉમેદવારોની માંગ હતી કે, અમને પણ મહિલા ઉમેદવારની જેમ લાભ
આપવામાં આવે. ઉલ્લેખનિય છે કે, મહિલા ઉમેદવાર દ્વારા ૩૩ ટકા અનામતની માગ સાથે આંદોલન કર્યુ હતું. જેની માંગ સરકાર દ્વારા
સ્વીકારવામાં આવી હતી. જેથી પુરુષ ઉમેદવારોએ પણ આ જ રીતે માંગ કરીને ભરતીમાં વધુ ઉમેદવારોની લાભ થાય તે માટે માંગ કરવામા આવી છે. ગયા વર્ષે મહિલા ઉમેદવાર દ્વારા ૬ મહિના જેટલી ભર શિયાળે લડત ચલાવી હતી જેમા સરકારે તેમની માંગ
સ્વીકારી લીધી હતી.

Download Our B K News Today App



Related News