પાલનપુરના મોટામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી ગઢ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 12:00:39
  • Views : 376
  • Modified Date : 2019-10-19 12:00:39

પાલનપુર તાલુકાના મોટા ખાતે મંગળવારે રાત્રીના મોટા ગામના કેશવલાલ જેઠાલાલ
પંચાલના  બંધ મકાનની ઓરડીમાં બોરના સામાનની
પાંચ હજારના મુદામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ ગઢ
પોલીસ મથકે તેમના ચોકીદાર વાલજીજી વિરભણજી ધાડીયા દ્વારા ગુરુવારે દાખલ કરાવવામાં આવી હતી. જેની તપાસ સામઢી ઓ.પી. ના હે.કો.ગણેશભાઈ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન શકદારના નામના આધારે પુછપરછ કરતા ત્રણ ઈસમો ઝડપાઈ ગયા હતા. જેમાં એક સગીર વયનો અને બે ઈસમો દ્વારા ચોરી કરી હોવાની કબુલાત કરતા રમેશજી કેશાજી ધુંખ રહે. મોટા તા. પાલનપુર અને દિનેશજી જક્સીજી વણાતર રહે.  મોટા તા. પાલનપુર અને એક સગીરવયનો ત્રણેયને
પકડીને પુછપરછ કરતાં પાંચ હજારનો બોરનો સામાન
પાઈપો અને અન્ય સામાન મુદામાલ કબજે લીધો હતો અને બે આરોપીઓને જેલના હવાલે કર્યા હતા.

Download Our B K News Today App



Related News