ગાંધીનગર જિલ્લામાં ૮ લાખને આયુર્વેદ ઉકાળા પીવડાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 11:50:42
  • Views : 372
  • Modified Date : 2020-04-18 11:50:42

ગાંધીનગર જિલ્લામાં નાગરિકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા ૮,૬૮,૨૦૮ આયુર્વેદ ઉકાળાના ડોઝ અને ૩,૬૩,૫૭૫ હોમિયોપેથીક દવાના ડોઝનું જિલ્લાના વિવિધ સ્થળોથી વિતરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લામાં આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના નાગરિકોને આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથિક દવા, આર્સનિક આલ્બમ – ૩૦
પોટન્સીનું તા. ૨ માર્ચથી આજદિન સુધી વિતરણ કરવામાં આવ્યું છે. ધારા – ૧૪૪ લાગુ થયા પછી એક જ જગ્યાએ ચાર કરતા વધુ લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રાખી અને સોશિયલ ટિસ્ટન્સીંગ જાળવવા માટે આશાબેનો અને યુવાઓની મદદથી ડોર ટુ ડોર ઉકાળા અને દવાનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૮,૬૭,૨૦૮ નાગરિકોને ઉકાળાના ડોઝ અને ૩,૬૫,૫૭૫ નાગરિકોને હોમિયોપેથિક દવાના ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત નિયામક, આયુષની કચેરી, ગુજરાત રાજયની માર્ગદર્શનથી સ્ટાફ ર્નસિંગ કોલેજ, ગાંધીનગર અને રાંચરડા ખાતે કવોરોન્ટાઇન કરાયેલા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેમની
પસંદગી મુજબ આયુર્વેદ કે હોમિયોપેથી સારવાર
આપવામાં આવી છે.
આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ સારવારમાં સંશમની વટી- ૨ ગોળી સવાર – સાંજ (હૂફાળા પાણી સાથે ૭ દિવસ) અને દશમૂળ કવાથ અને
પથ્યાદિ કવાથ – ૪૦ મિ.લિ. અને ત્રિકટુ ચૂર્ણ (૨ ગ્રામ સવાર-સાંજ ૭ દિવસ) તેમજ હોમિયોપેથી સારવારમાં આર્સનિક આલ્બમ – ૩૦
પોટેન્સી – ૪ ગોળી સવાર સાંજ (ચાર દિવસ) અપાયેલ છે.

Download Our B K News Today App



Related News