ડીસામાં પ્રકૃતિ વંદન કાર્યક્રમની સંઘના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 12:17:13
  • Views : 337
  • Modified Date : 2020-08-31 12:17:13

રવિવારે સમગ્ર ભારતભરમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ અંતર્ગત લોકો વૃક્ષની
પૂજા કરી આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ડીસામાં પણ સંઘના કાર્યકર્તાઓ દ્વારા પ્રકૃતિ વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
હાલના વર્તમાન સમયમાં જ્યારે માનવ દ્વારા સ્થાપિત આર્થિક હિતો પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે પડકારો ઉભા કરી રહ્યા છે ત્યારે, આ પ્રકૃતિ અને પ્રાકૃતિક સંસાધનોનું સવર્ધન અને સંરક્ષણ એ બહુ જ અઘરું કાર્ય થઇ પડે છે અને આપણા સૌની જવાબદારી વધારી જાય છે. કુદરત સાથે સુમેળમાં જીવવું એ આપણી ભારતીય સંસ્કૃતિનો અને
પરંપરાનો અભિન્ન ભાગ છે. આ વિવિધ પરંપરાગત
પદ્ધતિઓ, ધાર્મિક માન્યતાઓ, ધાર્મિક વિધિઓ, લોકકથાઓ, કળાઓ અને હસ્તકલા, અને ભારતીય લોકોના દૈનિક જીવનમાં પ્રાચીન સમયથી ધબકતું રહ્યું છે. ઘણી પ્રાચીન સંસ્કૃતિઓ થી જાણવા મળે છે કે  પ્રકૃતિ જીવ સૃષ્ટિનું નિર્માણ કરે છે તે તત્વો સાથે સમુદાયો આદરની પરંપરા સાથે કેવી રીતે સુમેળથી રહેતા, નિર્વાહ માટે જે તેમને ટકાવી રાખતાં તેથી તેઓ ‘પર્યાવરણને’ સુરક્ષિત રાખતા. પ્રવર્તમાન અર્થતંત્રના સંશોધનોના કારણે પ્રકૃતિ અને કુદરતી સંરક્ષણ ખૂબ જ
પડકારજનક કાર્ય રહ્યું છે ત્યારે આપણી સામાજિક જવાબદારીમાં વધારો થાય છે. જે અંતર્ગત આજે સમગ્ર ભારતભરમાં વૃક્ષપ્રેમી લોકો પ્રકૃતિ વંદન કાર્યક્રમ ની ઉજવણી કરી હતી જેમાં ડીસાની આદર્શ સ્કૂલ ખાતે પણ સંઘના કાર્યકર્તાઓ દ્વારા પ્રકૃતિ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંઘના કાર્યકર્તાઓ દ્વારા તુલસીમાતા તેમ જ પીપળાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જે લોકો ન જેવા પૈસા કમાવાની લ્હાયમાં વૃક્ષોનું આડેધડ નિકંદન કરી રહ્યા છે તે બંધ કરવું જોઈએ એક પ્રકૃતિ જ આપણા માટે
ઉપયોગી છે જેથી તેને ક્યારેય નુકસાન પહોંચાડવું જોઈએ.  આ તમામ લોકોએ ૨૫ વૃક્ષ વાવીને તેનું જતન કરવાનો સંકલ્પ પણ લીધો હતો જેથી આવનારી પેઢી માટે આ વૃક્ષો ફાયદાકારક નીવડે.

Download Our B K News Today App



Related News