સસ્તા અનાજની દુકાનો પર બંધ કાર્ડધારકોને પુરવઠો ન મળતા ઉહાપોહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-02 10:53:03
  • Views : 481
  • Modified Date : 2020-04-02 10:53:03

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે આ સમયગાળામાં રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા વિનામૂલ્યે રાશન પુરવઠો આપવાની જાહેરાત કરાઈ હતી અને ૧ એપ્રિલથી બનાસકાંઠા જિલ્લામાં રાશનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સસ્તા અનાજની દુકાનો પર ચાલુ, બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રાશનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાંક લોકોના કાર્ડ છેલ્લાં છ માસ ઉપરના સમયથી બંધ છે તેવા કાર્ડ ધારકોને રાશન ન મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. જેમાં પાલનપુરના માનસરોવર ફાટક, અમીરબાગ સહિતના વિસ્તાર ના કેટલાક લોકોના કાર્ડ બંધ હોવાને લઈ તેમને રાશન ન મળતા આ લોકો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જોકે સસ્તા અનાજની દુકાનો પર પુરવઠાના વિતરણ સમયે કોરોના સંક્રમણને રોકવા માટે લોકો આ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવા અંગે જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હોવા છતાં પાલનપુરની કેટલીક દુકાનો પર લોકોની ભીડને લઈ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.


Download Our B K News Today App



Related News