નવરાત્રી મહોત્સવમાં ગબ્બર ઉડન ખટોલાની મુલાકાત લેતા ર્ડા. લંકેશ બાપુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-08 11:36:16
  • Views : 416
  • Modified Date : 2019-10-08 11:36:16

  ગુજરાતના લોકપ્રિય શક્તિ પીઠ અંબાજી મંદિરથી ત્રણ કિ.મી. દૂર આવેલું ગબ્બર પર્વત માતાજીનું મૂળ સ્થાનક છે. અહી ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોત આવેલી છે. આ પર્વત ઉપર જવા માટે રોપવે પણ તૈયાર કરવામાં આવેલો છે. ગબ્બર ઉડન ખટોલામાં ડોકટર લંકેશબાપુના હસ્તે  નાની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુએ પોતાના પ્રવચનમાં શિવ માહાત્મ્ય વિશે જ્ઞાન આપ્યું  હતુ અને આજીવન શિવ મહિમાના પ્રચાર અર્થે આજીવન શિવ કથા ફ્રી ઓફ ચાર્જ કરતા હોવાનું લંકેશ બાપુએ જણાવ્યુ હતું. ગબ્બર ઉડન ખટોલાની સુરક્ષિત અને અવિરત સેવાના પણ તેમને વખાણ કર્યા હતા.
પૂજ્ય બાપુ દ્વારા ગબ્બર શક્તિ પીઠ ઉપર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી તથા ઉડન ખટોલા પરિસર નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઉષા બ્રેકો લિમિટેડના રીજીઓનલ હેડ દિપક કપલીશ તથા ગબ્બર રોપવેના મેનેજર જી.એમ.પટેલ દ્વારા લંકેશબાપુનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News