કોરોના મહામારીના સમયમાં રહીમભાઈની દીકરીનું દવાખાનાનું બિલ ચૂકવી હરેશભાઈ ચૌધરી દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:29:07
  • Views : 1214
  • Modified Date : 2020-07-27 11:29:07

વર્તમાન કોરોના મહામારીની દરેક લોકોના ધંધા-રોજગાર પર  અસર જોવા મળી રહી છે. દેશ આર્થિકમંદીથી પસાર થઇ રહ્યો છે ત્યારે આર્થિક પછાત લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશેકલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં કોઈ આકસ્મિક ખર્ચ કરવાનું આવેએ  આર્થિક પછાત લોકો માટે ખુબ મુશ્કેલ બની જાય છે.
દેશની લુપ્ત થતી સંસ્કૃતિ ભવાઈ નાટકમાં શેરીએ શેરીએ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા રહીમભાઈ મીરની દીકરી સફીરા ઇકબાલ મીરને ડીલવરી પ્રસંગ હોવાથી
પાલનપુર ખાનગી દવાખાને દાખલ કરવી પડી. તેને પુત્રનો જન્મ થતા બાળકની તબિયત અત્યંત નાજુક હોવાથી બાળકને ડોક્ટર હાઉસ સ્થિત ડો.રમેશભાઈ પટેલના ત્યાં તાત્કાલિક દાખલ કરવાની ફરજ જણાઈ. ચાર દિવસની સારવાર બાદ જયારે દવાખાનેથી રજા આપવાનો સમય આવ્યો ત્યારે  સફીરા ઇકબાલના પિતા રહીમભાઈ મીરને વર્તમાન કોરોના મહામારીના કારણે આર્થિક સંકડામણના કારણે દવાખાનાનું બિલ ચુકવવાના
 પણ પૈશા ન હોવાથી વિમાસણમાં મુકાયા હતા. રહીમભાઈને દવાખાનામાંથી જ અન્ય દર્દીના સગા મારફત આ બાબતે મદદરૂપ થવા માટે સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરીનો સંપર્ક નંબર આપ્યો હતો. શનિવારે રાત્રે ૧૧ઃ૩૦ વાગે જે બાબતે રહીભાઈ એ ટેલિફોન કરી હરેશભાઈ ચૌધરીનો સંપર્ક કરેલ અને જણાવેલ કે આવતી કાલે રવિવારે સવારે દવાખાનેથી મારી દીકરી અને તેના દીકરાને રજા આપવાની છે. પરંતુ છેલ્લા ૬ મહિનાથી મારો ભવાઈ-નાટકનો વ્યવસાય બંધ છે અને દવાખાનાનું  બિલ આપવા માટે પૈસાની સગવડ નથી આપ કઈ આ બાબતે મદદ કરો એવી અપેક્ષા છે. રહીમભાઈની પરિસ્થિતિ જોઈ કોઈ પણ પરિચય વગર તાત્કલિક મદદની ખાતરી આપી સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરીએ  રવિવારે સવારે ડોક્ટર હાઉસ સ્થિત ડો.રમેશભાઈ પટેલના ત્યાં જઈ રહીમભાઈની દીકરી સફીરા ઇકબાલ મીરનું હોસ્પિટલનું તમામ બિલ ચૂકવી દવાખાનમાંથી રજા અપાવી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સતત નિત નવા સેવાકીય કર્યો કરી યુવાનોને સેવાકીય કાર્યોમાં પ્રેરતા હરેશભાઈ ચૌધરીના સદભાવના ગ્રુપ દ્વારા કોરના મહામારીના સમયમાં વૃધાશ્રમ પાલનપુર મુકામે સતત બે-માસ ચાલે એટલું કરિયાણું હરેશભાઈ ચૌધરીના સદભાવના ગ્રુપ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું એ સિવાય પાલનપુરની દરેક
હોસ્પિટલોમાં બે ટાઇમ ટીફીન સેવા, પરપ્રાંતીયોની ટ્રેનને ભોજન તેમજ જરૂરીયાતમંદ લોકોના ઘરે જઈ કરિયાણાની કીટ સતત ૨૮ દિવસ સુધી વિતરણ કરી સેવાકીય કર્યો કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News