લાખણી તાલુકાની આઠ શાળાની ગ્રાન્ટના રૂા. ૨૭ લાખની ઉચાપત કરનાર ફરાર આચાર્ય ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 09:55:45
  • Views : 6195
  • Modified Date : 2020-10-24 09:55:45

લાખણી તાલુકામાં આવેલી આઠ શાળાઓને સરકાર દ્વારા ફાળવાતી વિવિધ ગ્રાન્ટ શાળાઓને ના ફાળવી ઉચાપત કરનારા આગથળા પ્રાથમિક પે સેન્ટરના આચાર્યએ રૂા. ૨૭ લાખ ઉપરાંતની ઉચાપત કરી હતી. જેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આ આચાર્ય સાત માસથી ફરાર થઈ ગયો હતો. જેને આગથળા પોલીસે બેચરાજીથી ઝડપી લીધો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની હકીકત એવી છે કે, આગથળા પ્રાથમિક શાળા કે જે સેન્ટર શાળા હતી. તેના આચાર્ય દેવચંદભાઈ મોતીભાઈ સોલંકી હતા. જેણે પોતાના તાબા હેઠળની ૮ પ્રાથમિક શાળામાં ગ્રાન્ટ ન આપતા જે તે શાળાઓના આચાર્યઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત જાણ કરતાં  તાલુકા શિક્ષણ અધિકારીએ  આગથળા  સેન્ટર શાળાના આચાર્યને  તાત્કાલિક ગ્રાન્ટો  ફાળવવા  લેખિત  સુચના
 આપી હતી.  તેમ છતાં  ગ્રાન્ટો ન ફાળવવામાં આવતા તેની
 તપાસ કરવામાં આવી  ત્યારે  
પોતાના તાબા હેઠળની આઠ જેટલી પ્રાથમિક શાળાઓમાં સરકારની વિવિધ ગ્રાન્ટ જેવી કે વિદ્યાલક્ષ્મી બોન્ડ, શાળા સ્વચ્છતા, ગુણોત્સવ ગ્રેડ, શિષ્યવૃત્તિ, પુરવણી શિક્ષક
પગાર, પ્રવેશોત્સવ, પ્રા. શિષ્યવૃત્તિ, ફસ્ટ એ ગ્રેડ બોન્ડ, તાલુકા મંડળી કપાસ, ઉચ્ચ
પગાર ધોરણ તફાવત તેમજ બેંક વ્યાજ વગેરે સિલકમાંથી
રૂા. ૨૭ લાખ ૬૭ હજાર ૩૪૮ રૂપિયાની કાયમી ઉચાપત કરી નાંખેલ જે અંગેની ફરિયાદ લાખણી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયંતીભાઈ
પટેલે ૨૦ માર્ચ ૨૦૨૦ ના રોજ આગથળા પોલીસ મથકે નોંઘાની હતી.   ત્યારબાદ આ ઉચાપત કરનાર આચાર્ય શાળામાંથી સીધો ફરાર થઈ ગયો હતો.  અને પોલીસથી છૂપાઈ રહ્યો હતો. તે સાત મહિના જેટલો લાંબો સમય થવા છતાં આ ઉચાપત કરનાર આચાર્ય ફરાર હતો. ત્યારે આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.
પી.એન.જાડેજાને મળેલ ખાનગી બાતમીના આધારે આ આચાર્ય મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી  ઉચાપત કરનાર આચાર્યને
પી.એસ.આઇ.
પી.એન.જાડેજા અને પોલીસ સ્ટાફ  રેડ કરીને  તેને દબોચી લેવામાં આવ્યો હતો. જેની ધરપકડ કરીને આગથળા
પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કઈ કઈ શાળાઓમાંથી ઉચાપત કરેલ...
(૧) મોરાલ પ્રાથમિક શાળા
(૨) ઢાકણીવાસ પ્રાથમિક શાળા
(૩) (ગોગાપુરા(આ)પ્રાથમિક શાળા
(૪) વિહાજીનગર(મોરાલ)પ્રાથમિક શાળા
(૫) ગણેશપુરા પ્રાથમિક શાળા
(૬) લેબતપુરા પ્રાથમિક શાળા
(૭) સરકારી ગોળીયા પ્રાથમિક શાળા
(૮) ભુરગઢ પ્રાથમિક શાળા

Download Our B K News Today App



Related News