સફાઈના અભાવે ઉભરાતી કેનાલો કોરાના મહામારીના સમયમાં ભાચરના ખેડૂતના પડતા ઉપર પાટું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 11:32:35
  • Views : 299
  • Modified Date : 2020-11-28 11:32:35

સરહદી વિસ્તાર થરાદ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડતાની સાથે જ સરહદી થરાદ વિસ્તારમાં આવેલી કેનાલો કાગળના
પત્તાની જેમ તૂટી રહી છે. અગાઉ પણ ખેડૂતોએ  વારંવાર નર્મદા વિભાગ અને તંત્રને રજૂઆત કરવા છતાં પણ તેનામાં પડતાં ગાબડા માટે તૂટી કેનાલો માટે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ગતરોજ થરાદ તાલુકાના ભાચર ગામમાંથી
પસાર થતી ભાચર માઈનોરમાં રાત્રે બાર વાગ્યે પાણી છોડતો કેનાલ ઓવરફ્લો થતાં કેનાલમાં ગાબડું પડતાં બાજુમાં આવેલા ખેડૂત હિરાભાઇ
પટેલના ખેતરમાં ૪ એકરમાં ઊભેલા રાઈના પાકમાં પાણી ફરી વળ્યું હતું. અને ખેતર બોટમાં ફેરવાઈ ગયું હતું. આ અંગે ખેડૂત હિરાભાઇ પટેલે તાત્કાલિક નર્મદા વિભાગને જાણ કરી હતી. પરંતુ આઠ કલાક થવા છતાં તંત્ર ત્યાં આવી પહોંચ્યું ન હતું. ત્યારે તેમના ખેતરમાં મજૂરી કરતા ખેતમજૂરે  મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ ચાર એકરમાં ઊભેલો મારો રાઈનો પાક શિયાળાની સિઝન છે અને મારે દસ વ્યક્તિઓનો
પરિવાર છે. હવે આ પાક
પાણીમાં ફેરવાઈ જતાં મારી સીઝન નિષ્ફળ ગઈ છે. હવે મારા આ દશ વ્યક્તિઓનો
પરિવારનું હું કઈ રીતે પૂરું કરીશ આથી સરકાર આમાં ધ્યાન આપી અને મને ખેત મજૂર તરીકે કોઈ વળતર સરકાર આપે તેવી માંગણી છે. નર્મદા વિભાગના કારણે મારી સીઝન ફેલ થઈ છે. જેમાં થરાદ વિસ્તારમાં રવી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે છેલ્લા દસ દિવસથી કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં હાલમાં નર્મદા વિભાગની મુખ્ય કેનાલ ઓવરફ્લો ચાલી રહી છે. કેનાળમાંથી
આજુબાજુની નાની-મોટી માઇનોર કેનાલો  મારફતે
પાણી આપવામાં આવી રહ્યું છે જેના કારણે વધારે પાણી કેનાલમાં આવી જતા વારંવાર તૂટી રહી છે. જેથી ખેડૂતોને હાલમાં લાખો
રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News