ઢીમા ચોથાનેસડા કેનાલમાં ગાબડુંઃ ઉભા પાકમાં જળબંબાકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 11:36:45
  • Views : 404
  • Modified Date : 2020-01-22 11:36:45

ઢીમા નજીકથી પસાર થતી ઢીમા ચોથાનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વાવ તાલુકાના ઢેરિયાણા ગામ નજીક ગાબડું
પડતાં ઢીમા ગામના ખેડૂતના જીરા અને એરંડાના પાકમાં જળબંબાકાર થઈ જવાથી મોટું નુકસાન થવા પામ્યું હતું. ઢીમાની સર્વે નં ૨૦૦/૫૭,૫૮ ખેતરમાં વહેલી સવારે ગાબડું
પડતા પાકનો નાશ થઈ જવા
પામ્યો છે. ત્યારે ઢીમા ચોથાનેસડા કેનાલની સફાઇના અભાવે સાયફન ભરાઈ જાય છે અને કેનાલ ઓવરફ્‌લો થાય છે. ત્યારે કેનાલોમાં વારંવાર ભંગાણ સર્જાય છે અને કેનાલમાં ઠેર-ઠેર પોલાણ સર્જાયું હોવાથી ગાબડાઓ પડે છે. આથી કેનાલનું રીપેરિંગ કામ કરવાની ખેડૂતોએ માંગણી કરી છે.
વાવ તાલુકામાં સિંચાઈ માટે બનાવેલ નર્મદાની કેનાલો ખેડૂતો માટે અભિશાપરૂપ બની હોય તેમ છાસવારે કેનાલમાં ગાબડાઓ પડે છે, જેથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. તો વળી કેનાલોમાં વારંવાર ભંગાણ થવાથી છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈ માટે પાણી મળતું નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. વધુમાં આ કેનાલ મારફત ઢીમા, ઢેરીયાણા, ફાંગડી, ચોથાનેસડા, ટડાવ, આછુંવા, નાળોદર જેવા અનેક ગામડો સુધી પાણી પહોંચતું નથી. તો વળી સફાઈના નામે લાખ્ખો રૂપિયા ફાળવાય તો છે પરંતુ સફાઈના અભાવે કેનાલો ઓવરફ્‌લો થાય છે. અને ભંગાણ સર્જાય છે. જેથી આવા કોન્ટ્રાકટરો અને અધિકારીઓ સામે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News