સુરત :ટ્યુશન ક્લાસીસમાં પ્રચંડ આગથી ૧૯થી વધુના થયેલા મોત
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-25 12:14:50
- Views : 494
- Modified Date : 2019-05-25 12:14:50
સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના મોત થયા હતા. ટ્યુશન ક્લાસીસમાં રહેલા બાળકો આગથી બચવા માટે ચોથા માળેથી કુદી ગયા હતા. જેના કારણે તેમના મોત થયા હતા. આ ઉપરાંત આગમાં પણ કેટલાક બાળકોના મોત થઈ ગયા હતા. ૧૯ બાળકોના મોતથી ભારે હાહાકાર મચી ગયો હતો. ગુજરાત સરકાર પર આગની આ ઘટનાથી હચમચી ઉઠી હતી. તરત જ સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે સાથે તપાસના આદેશ પણ કરવામાં આવ્યો હતો. તાજેતરના ઈતિહાસની આગની આ ઘટનાને સૌથી મોટી ઘટના જાવામાં આવે છે. દરમિયાન સુરતમાં આગની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રાજય સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમગ્ર ઘટના અંગે દુઃખની લાગણી વ્યકત કરી હતી અને સમગ્ર ઘટનામાં તપાસના આદેશો આપ્યા હતા. સરકાર અને તંત્ર દ્વારા મોડેમોડેથી આ ઘટનામાં જવાબદારો અને કસૂરવારો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવાની હૈયાધારણ ઉચ્ચારવામાં આવી હતી. જા કે, વાલીઓમાં અને સુરતવાસીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી તો જાવા મળતી જ હતી. સરકારની સહાય કે પગલા લેવાથી જે માતા-પિતાના સંતાનો મૃત્યુ પામ્યા છે તે પાછા નહી આવે તેવો આક્રોશ લોકોએ ઠાલવ્યો હતો. રાજયપાલ ઓ.પી.કોહલીએ પણ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું હતું. બનાવની વિગત એવી છે કે,સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષના ૪થા માળે આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે જબરદસ્ત ભાગદોડ, નાસભાગ અને ચીસાચીસ મચી ગઇ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ૧૯ થી વધુ લોકોના મોત નીપજયા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયરબ્રિગેડના કાફલાને સફળતા મળી હતી. ચોથા માળે ટયુશન કલાસીસ પણ ચાલતા હોવાથી કેટલાક બાળકો પણ તેમાં ફસાયા હતા. જેમાં આગથી ગભરાઇ ગયેલા ત્રીસેક બાળકોએ તો છલાંગ લગાવી કૂદવાનું જાખમ લીધુ હતુ, તેના કારણે કેટલાક ઇજાગ્રસ્ત પણ થયા હતા. ફાયરબ્રિગેડની ૧૭થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રાહત અને બચાવનું સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. જા કે, બાળકોની હાલત અને મોતની ઘટના સાંભળી વાલીઓ અને ટોળે વળેલા લોકોમાં ભારે અરેરાટી અને આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. એકસાથે આગમાં ફસાયેલા ત્રીસથી બાળકો છલાંગ લગાવી કૂદી રહ્યા હોવાની રાજયની સૌપ્રથમ અરેરાટીભરી અને હૃદયના ધબકારા થંભાવી દે તેવી આ ઘટના હતી. સુરતના સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા કોમ્પલેક્ષમાં લાગેલી આગના પગલે સિટી બસના સ્ટોપ પણ ચેન્જ કરી દેવામાં આવ્યાં હતા. આગના ધૂમાડા દૂર દૂર દેખાતા લોકોમાં ભયની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરત ફાયરબ્રિગેડ દ્વારા આગની ગંભીરતા જાતાં મેજર બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો અને તેના આધારે આગ બુઝાવવાની કામગીરી અને ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ ફાટી નીકળી ત્યારે ૪૦થી વધુ બાળકો ત્યાં હતા, જેમાંથી ત્રીસેક બાળકોએ પોતાનો જીવ બચાવવા છલાંગ લગાવીને કૂદી પડયા હતા. આગની જવાળાઓમાં દાઝેલા અને કેટલાક ઇજા પામેલા બાળકો સહિતના લોકોને નજીકની હોÂસ્પટલમાં તાત્કાલિક સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા. જા કે, આ સમગ્ર પ્રકરણમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જા કે, આગની ઘટનાની જાણ કર્યા છતાં ફાયરબ્રિગેડના જવાનો અડધોકલાક પછી મોડા આવ્યા હોવાની વાત સામે આવતાં સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ અને આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. આ પ્રકારની આગની ઘટનાઓ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં સામે આવી રહી છે ત્યારે હવે સંબંધિત સત્તાવાળાઓએ યોગ્ય કાર્યવાહી કરવી જાઇએ તેવી પણ લોકોમાં ઉગ્ર માંગણી ઉઠવા પામી હતી. આગની આ સમગ્ર ઘટનામાં સુરત ફાયરબ્રિગેડ અને સુરત મ્યુનિ.કોર્પોરેશન સત્તાવાળાઓની ગંભીર બેદરકારી અને અણઆવડત સામે આવતાં ત્રીસેક બાળકોને બીજા માળેથી છલાંગ લગાવવાનુ ગંભીર જાખમ લેવું પડયું હતું, તેને લઇ કેટલાય બાળકો ઘાયલ થયા હતા. સત્તાવાળાઓની આ ગંભીર બેદરકારીને લઇ સુરતવાસીઓએ ઉગ્ર આક્રોશ સાથે ફિટકાર વરસાવ્યો હતો. બિલ્ડીંગમાં ફાયરસેફ્ટીની સુવિધાના અભાવ સહિતની ગંભીર નિષ્કાળજીઓ પણ સામે આવી હતી. વિનાશકારી આગની આ દુર્ઘટના, ત્રીસ બાળકોની બચવા માટે છલાંગ અને ૧૯થી વધુના મોતને લઇ સમગ્ર રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને લોકોએ તંત્ર અને જવાબદાર લોકો સામે આકરામાં આકરા પગલા લેવા ઉગ્ર માંગણી કરી હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 6
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 33
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 168
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 153
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 73
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 81
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 63
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 73
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 78
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 67
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 70
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 69
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 67
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 61
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 75
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 107
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 59
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 116
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 51
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 109
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



