બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની તૈયારીઓ પૂરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 11:55:19
  • Views : 505
  • Modified Date : 2020-12-12 11:55:19

કોરોના વાઇરસ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આયોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટેની પૂર્વ તૈયારીયો શરૂ કરી દેવામાં આવી છે. અને વેક્સિનના અલગ અલગ ડોઝ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
કોરોના સામેની લડાઈ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભારત સરકાર દ્વારા કોરોના વેક્સિનને લઈ ઝડપથી કામગીરી ચાલી રહી છે.  આગામી ટૂંક સમયમાં જ  કોરોનાની વેક્સિન ઉપલબ્ધ બની રહેશે. આરોગ્ય વિભાગ જે પ્રથમ તબક્કામાં વેક્સિન આપવાની છે તેમાં આરોગ્ય કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ફ્રંટીયર્સની યાદી તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ ૫૦ વર્ષથી વધુ અને ૧૦ વર્ષથી ઓછી વય ધરાવતા વ્યક્તિઓ અને અંતિમ તબક્કામાં ૩૦થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતા લોકોને આ વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને સરકારી
હોસ્પિટલમાં રસી મૂકવા માટેની પણ પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર વેક્સિનનું આગમન જિલ્લા પંચાયતમાં થશે. ત્યારબાદ જિલ્લા
પંચાયતથી તેનું અલગ અલગ સ્થળ પર વિતરણ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News