બનાસકાંઠા ભારત-પાક નડાબેટ બોર્ડર વિસ્તારમાંથી બીએસએફના નકલી કાર્ડ સાથે બે યુવકો ઝડપાયા : સુઇગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-23 12:13:04
  • Views : 927
  • Modified Date : 2021-11-23 12:13:04

 

બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાંથી બીએસએફ ના નકલી આઈકાર્ડ સાથે બે યુવકો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. નડાબેટ ખાતે ચાલી રહેલા બોર્ડર ટુરીઝમ મા સિક્યુરિટી નું કામ મેળવવા માટે બેકાર યુવકે નકલી કાર્ડ બનાવ્યું હોવાનું સામે આવતા જ પોલીસે બંને યુવકોની અટકાયત કરી સુઇગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

સુઈગામના  નડાબેટ ખાતે ચાલી રહેલા ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ માં નોકરી મેળવવા માટે એક બેકાર યુવકે તે બીએસએફ માં રાજ્ય સેવક હોવાનું નકલી આઇકાર્ડ લેટરપેડ બનાવ્યા હોવાની ફરિયાદ સુઈગામ પોલીસ મથકે નોંધાઇ છે.જેમાં દિયોદર ના નવા વાતમ ખાતે રહેતા કૃપાલસિંહ બાબુસિંહ વાઘેલા એ નડાબેટ ખાતે ચાલી રહેલી ટુરિઝમ ના કામમા સિક્યુરિટી નું કામ મેળવવા માટે તરકીબ અજમાવી હતી જેમાં તેણે ગૂગલ વેબસાઈટ પરથી કાર્ડ ડાઉનલોડ કર્યું હતું અને બાદમાં તેના મિત્ર ભરતપુરી લાલપુરી ગોસ્વામી ની મદદથી લિકર કાર્ડ, કેન્ટીન સ્માર્ટ કાર્ડ અને બીએસએફ રાજ્ય સેવક તરીકે નું નકલી કાર પણ બનાવ્યું હતું તેમજ બીએસએફ ના સક્ષમ અધિકારી ના ખોટા સહી સિક્કા વાળો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નો જોઇનિંગ લેટર પણ બનાવ્યો હતો જોકે આ અંગેની જાણ થતાં જ સુઈગામ પોલીસે રાજ્યસેવક તરીકેના નકલી કાર્ડ બનાવનાર નોકરી મેળવવાનો પ્રયાસ કરનાર બન્ને યુવકો ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News