વડોદરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે મહિલાના કરૂણ મોત

  • Published By :
  • Published Date : 2022-09-30 14:26:38
  • Views : 179
  • Modified Date : 2022-09-30 14:26:38

વડોદરાના વાસણાના દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા હડકંપ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં 2 મહિલાઓના મોત નીપજ્યાં છે. તો 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે.

લોકોના ટોળે ટોળા દોડી આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, દેવનગરમાં આજે સવારે એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આખી સોસાયટીમાં કંપન અનુભવાયું હતું. આ બનાવને પગલે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. તો આ દુર્ઘટનાની જાણ થતાં ત ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર દોડી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. 

ફાયરની ટીમે હાથ ધરી હતી બચાવ કામગીરી
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દુર્ઘટનામાં બે મહિલા લીલાબેન ચૌહાણ અને શકુંતલાબેન જૈનનું મોત નીપજ્યું છે. તો 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

બ્લાસ્ટથી આસપાસના 6 મકાનોને નુકસાન
ગેસ સિલિન્ડર ફાટતા વાસણા વિસ્તારમાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જે મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે તે મકાનને તો નુકસાન થયુ જ છે. સાથે આસપાસના 6 જેટલા મકાનોને નુકસાન થયું છે. હાલ પોલીસ દ્વારા FSLની મદદથી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News