કાપોદ્રામાં શો-રૂમમાંથી મોબાઈલ તથા લેપટોપની ચોરી કરનાર બે ઝડપાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-11 15:31:01
  • Views : 132
  • Modified Date : 2023-07-11 15:31:01

સુરતના કપોદ્રા વિસ્તારમાં શો રૂમમાં ચોરી કરનારા બે ઈસમોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદામાલ જપ્ત કર્યો છે તેમજ પોલીસ તપાસમાં બે પૈકી એક આરોપીએ અગાઉ બે બાઈક ચોરી કરી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું.શો રૂમમાંથી 8 લેપટોપ અને બે મોબાઈલ ફોનની ચોરીસુરતમાં ચોરીની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ કાપોદ્રા પોલીસ મથકની હદમાં સામે આવ્યો હતો. ગત 7 જુલાઈના રોજ કાપોદ્રા મોતીનગર સોસાયટી પાસે આવેલા જીઓન એન્ટરપ્રાઈઝ નામના શો-રૂમમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરો શો રૂમમાંથી 8 લેપટોપ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.72 લાખની મત્તા ચોરી કરી ફરાર થયા હતા.આ મામલે શો રૂમ માલિકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન શો રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઇ ગયા હતા. સીસીટીવીમાં ચોરો બાઈક પર આવી શો રૂમમાં ચોરી કરતા નજરે પડ્યા હતા.આ બનાવમાં કાપોદ્રા પોલીસે બાતમીના આધારે મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતમાં રહેતા લક્ષ્મણ ઉર્ફે લખન છગનલાલ જાટ અને મુકેશભાઈ ઉર્ફે અજ્જુ ભેરુલાલ સાલ્વીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.આ દરમિયાન પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતાં અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો હતો. પૂછપરછ દરમિયાન લક્ષ્મણ ઉર્ફે લખન છગનલાલ જાટે કાપોદ્રા અને સરથાણા વિસ્તારમાંથી કુલ બે બાઈક ચોરી કરીને પોતાના ઘરે સંતાડી રાખી હોવાની કબુલાત કરી હતી. તેથી પોલીસે તે બાઈક પણ કબજે કરી હતી. આમ પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 3.67 લાખની મત્તા કબજે કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News