કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ટુ વ્હીલરના શોરૂમ સતત બંધ રહેતા વ્હીકલના વેચાણમાં મસમોટો ઘટાડો થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-09 12:36:39
  • Views : 187
  • Modified Date : 2021-06-09 12:36:39

     જ્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન અને ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મીની લોકડાઉનને લઈને જિલ્લામાં ટુ વ્હીલર નું વેચાણ કરતા વિક્રેતાઓને  વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ ટુ વ્હીલરના શોરૂમમાંથી વેચાણ કરતા વિક્રેતાઓને કોરોનાકાળ દરમિયાન સતત શોરૂમ બંધ રહેતા માસિક વેચાણમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે શોરૂમના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષ કરતા વર્ષે કોરોનાના કારણે શોરૂમમાંથી ટુ વ્હીલર વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે જેને લઇને વિકટ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડી રહ્યો છે શોરૂમના ખર્ચાઓ તેમજ સતત શોરૂમ બંધ રહેતા શોરૂમમાં સર્વિસ કરતા સ્ટાફના પગારને લઈને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે દર વર્ષે વેચાતા વાહનોમાં ૫૦ ટકા ઘટાડો નોંધાયો છે અને કોરોનાની પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો વાહનો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે સાથે સાથે વાહનોની સર્વિસ માટે આવતા ગ્રાહકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે... દર માસે શહેરના શોરૂમમાંથી વેચાણ થતા વાહનોમાં ૪૦થી ૫૦ ટકાનો ઘટાડો નોંધાતા પરિસ્થિતિ વિકટ થવા પામી છે ત્યારે સરકાર સમક્ષ વિનંતી છે કે હવે બજારો ખુલ્લાં રાખવાની છૂટ આપવામાં આવે તો ધંધા-રોજગારમાં વધારો થાય તેમ છે.

Download Our B K News Today App



Related News