કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના શોરૂમ સતત બંધ રહેતા વ્હીકલના વેચાણમાં મસમોટો ઘટાડો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-09 11:59:45
  • Views : 379
  • Modified Date : 2021-06-09 11:59:45

     બનાસકાંઠા જિલ્લામાં કોરોનામાં સતત કારના શોરૂમ બંધ રહેતા કારના વેચાણમાં મહત્તમ ઘટાડો નોંધાવા પામ્યો છે કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરી આંશિક છૂટછાટના કારણે સતત બજારો અને શોરૂમમાં બંધ રહેતા કારનું વેચાણ ઘટ્યું છે માસિક 25 કારનું વેચાણ ધરાવતા શોરૂમમાં માસિક 5 કારનું વેચાણ થવા પામ્યું છે સમગ્ર વર્ષ દરમિયાન કોરોનાની કપરી પરિસ્થિતિને લઈને બજારો તેમજ શોરૂમ બંધ રહેતા કારના શોરૂમ ચલાવતા સંચાલકોની હાલત પણ કફોડી બની છે લક્ઝરી કારના શોરૂમ ધરાવતા સંચાલકોને કારના સ્ટોકને લઈને મોટું રોકાણ થતું હોય છે તો બીજી બાજુ શોરૂમનું પણ ખર્ચ થતું હોય છે અને શોરૂમની અંદર કામ કરતા સ્ટાફને પણ પગાર ચૂકવવા પડતા હોય છે પરંતુ કોરોના કાળના કારણે સતત શો રૂમ બંધ રહેતા તેમને પણ મોટી નુકશાની વેઠવી પડી છે બાબતે બાલારામ ઓટો રેનોલ્ટ કાર શોરૂમના સેલ્સ મેનેજર સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે કોરોના કાળમાં જ્યારથી ગુજરાત ગવર્મેન્ટ lockdown જાહેર કર્યું છે ત્યારથી માસિક કારના વેચાણમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે માસિક 25 કારના સેલ સામે ઘટીને 5 કારનું સેલ થઈ જવા પામ્યું છે સિવાય જે સર્વિસમાં આવતી કારો હોય છે તે દિવસની સાત જેટલી આવતી હોય છે પરંતુ તે પણ ઘટીને એક બે કાર ઉપર આવી ગયું છે જેનાથી જે કમાણી થતી હોય છે તેના પર મોટો ફરક પડી રહ્યા છે જેને લઇને શોરૂમ સંચાલકોને સૌથી મોટુ નુકશાન થઈ રહ્યું છે..તે સિવાય શોરૂમના ખર્ચાઓ,સ્ટાફનો પગાર બધું શોરૂમ સંચાલકોને ભોગવવું પડ્યું છે જે lockdown અને મહામારી ના કારણે થવા પામ્યુ છે ત્યારે હવે સરકાર પાસે નમ્ર વિનંતી છે કે તમામ બજારો ખુલ્લી રાખવાની છૂટ આપે તો ધંધા રોજગાર ફરી વેગ પકડી શકે અને શોરૂમ સંચાલકોને નુકસાની ભોગવવી ના પડે જેથી સરકાર દ્વારા હવે ધંધા રોજગાર માટે સંપૂર્ણપણે છૂટ આપવી જોઈએ તેવી જિલ્લાના કાર શોરૂમના સંચાલકો માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News