અંબાજી નજીક આવેલા અંતિમ ધામમા ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામમા બે ટ્રેકટર લાકડાનું દાન આપવામા આવ્યુ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-04 12:12:16
  • Views : 322
  • Modified Date : 2021-05-04 12:12:16

     ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામમા બે ટ્રેકટર લાકડાનું દાન આપવામા આવ્યુ હતું..અંબાજી નજીક આવેલા અંતિમ ધામમા છેલ્લાં કેટલાંક દિવસોથી લાકડા ખૂટી ગયા હતા..ત્યારે અંબાજી માનવતા ટ્રસ્ટ તરફથી અંબાજી વન વિભાગને લાકડાં મોકલી આપવા જાણ કરવામાં આવી હતી..જેથી જલોત્રા વિસ્તરણ રેન્જમાથી 2 ટ્રેકટર લાકડા મોકલવામાં આવ્યા હતા..અંબાજી માનવતા ટ્રસ્ટના મહામંત્રી પ્રવીણભાઈ મોદીની હાજરીમા આર.એફ.ઓ લાકડાં ભરેલા 2 ટ્રેક્ટર લઈને આવ્યા હતા..

     અંબાજી વન વિભાગના આર.એફ.ઓ પી.એમ.ભૂતડિયાએ સુંદર કામગીરી કરી હતી તેમજ જણાવ્યુ હતું જ્યારે જ્યારે અંતિમ ધામને લાકડા ની જરૂરિયાત પડશે ત્યારે વન વિભાગ વિના મૂલ્યે લાકડાં પૂરા પાડશે.. હાલમાં કોરોના મહામારીમાં અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે અને કોવિડ હોસ્પિટલમા જે લોકો મૃત્યુ પામે છે તેમને અંતિમ ધામમા લાવવામાં આવે છે..હાલમાં એવરેજ 6થી 7 લોકોના મૃતદેહો કોટેશ્વર અંતીમ ધામમા લાવવામાં આવી રહ્યા છે..દિવસમાં વધુ મૃતદેહો આવતા સગડીના સળીયા છુટા પડી ગયા હતા જેથી કોટેશ્વર અંતિમ ધામમા વધૂ 2 સગડી લાવવામા આવી હતી અને આજે અંબાજી આર એફ ઓ એ કોટેશ્વર અંતિમ ધામમા રૂબરૂ આવી લાકડા પુરા પાડ્યા હતા.

 

Download Our B K News Today App



Related News