તરસાલીમાં દાગીના ચમકાવી આપવાના બહાને બે તોલા સોનુ ઓગાળી લીધું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-18 15:26:37
  • Views : 36
  • Modified Date : 2025-04-18 15:26:37

વડોદરા,તરસાલી અને માણેજામાં સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને બે ગઠિયાઓ ચાર તોલાના દાગીના તફડાવી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો ભાવ ૯૦ હજાર ચાલે છે. પરંતુ, પોલીસે સોનાનો ભાવ માત્ર ૬૦ હજાર જ  ગણ્યો છે.૨

તરસાલી શરદનગરમાં રહેતા ૭૨ વર્ષના કોકીલાબેન બ્રિજમોહન શાહ ગત ૩ જી માર્ચે ઘરે  હતા. બપોરે ૧૨ વાગ્યે બે યુવકો ઘરે આવ્યા હતા. તે પૈકી એક વ્યક્તિએ મને  કહ્યું કે, અમારી પાસે પિતાંબરી બહુ સરસ છે. તમારો તાંબાનો લોટોે એકદમ નવો કરી આપીશું. લોટો ધોઇ આપ્યા પછી તેણે મારા  હાથની બંગડીઓ ધોઇ આપવાનું કહેતા મેં ચાર બંગડીઓ કાઢીને આપી હતી. તેણે કેમિકલ ભરેલા વાટકામાં મારી બંગડીઓ નાંખી ૧૦ મિનિટ રાખી હતી. ત્યારબાદ મને ગેસ પર વાટકો ગરમ કરવા કહ્યું હતું. દરમિયાન મારી બહેન આવી જતા તેણે આ બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આરોપીઓ વાટકો અને તેમાં ભરેલું કેમિકલ લઇને જતા રહ્યા હતા. બંગડીઓના વજન અંગે શંકા જતા નજીકમાં આવેલા સોનીની દુકાને જઇને તપાસ કરાવતા બે તોલા સોનુ કિંમત ૧.૨૦ લાખનું ઓછું થઇ ગયું હતું.

Download Our B K News Today App



Related News