જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઘૂસણખોરીના પ્રયાસમાં બે આતંકી ઠાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-09 15:27:11
  • Views : 424
  • Modified Date : 2023-01-09 15:27:11

ભારતીય સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું.
ગત સાંજે, બાલાકોટ સેક્ટરમાં તૈનાત સૈનિકોએ સરહદની વાડની આગળ એક શંકાસ્પદ હિલચાલ જોઇ હતી, એમ સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "બાદમાં તેઓએ ગોળીબાર કર્યો હતો અને બે આતંકવાદીઓને મારી નાખ્યા હતા, જ્યારે આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન, રાજૌરી જિલ્લામાં ધાંગરી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો પહેલેથી જ ઓપરેશન હાથ ધરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News