બનાસકાંઠા જિલ્લા ના ડિસા તાલુકા ના બે શિક્ષકો નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડથી સન્માનિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-12 12:19:42
  • Views : 320
  • Modified Date : 2021-11-12 12:19:42

 

 સમગ્ર દેશમાં શિક્ષણ એક આવશ્યક જરૂરિયાત છે તેવા સમયે શિક્ષણમાં અનેક વર્ષોથી  નવતર પ્રયોગોનું કાર્ય થતું રહ્યું છે ત્યારે વર્ષ 2006માં સ્થાપના થયેલ સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર મહારાષ્ટ્ર  દ્વારા સમગ્ર દેશમાંથી ઇનોવેટિવ ટીચર્સની પસંદગી કરવામાં આવે છે. વર્ષે દેશમાંથી પસંદ થયેલ શિક્ષકોમાં ગુજરાતના દશ ઇનોવેટીવ શિક્ષક મિત્રો નું સર ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્રારા લોનાવાલા મહારાષ્ટ્ર ખાતે બે દિવસ નેશનલ લેવલ એજ્યુકેશન ઇનોવેશન કોન્ફરન્સ 2021 માં ભાગ લઇ દેશમાંથી આવેલ ઇનોવેટિવ શિક્ષક મિત્રોના નવતર પ્રયોગો જાણવાનો એક અનેરો અવસર પ્રદાન થયો.જેમાં બનાસકાંઠા જિલ્લા ની ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજાપતિ શૈલેષભાઇ નરસિંહભાઇ તથા બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકા ની દશાનાવાસ પ્રાથમિક શાળા ના શિક્ષક સમૌચા અનિલ કુમાર મફતલાલ બન્ને શિક્ષક મિત્રો નાં ઇનોવેશનની પસંદગી થતાં  જ્ઞાન પંચમી ના શુભ દિવસે  સર ફાઉન્ડેશન સોલાપુર દ્રારા " નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડ " થી સન્માન કરતાં બનાસકાંઠા જિલ્લા અને ડીસા તાલુકા નુ ગૌરવ વધારેલ છે. સન્માન ના સાચા હકદાર મારા નાના ભૂલકાઓને    સન્માન એમને અર્પણ કરતાં  સર ફાઉન્ડેશન સોલાપુર,મહારાષ્ટ્ર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતાં આનંદ અનુભવ્યો હતો

Download Our B K News Today App



Related News