આજવા રોડના મકાનમાં ચોરી કરનાર બે સીકલીગર પકડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-26 14:23:34
  • Views : 406
  • Modified Date : 2025-04-26 14:23:34

વડોદરાઃ આજવારોડ વિસ્તારના મકાનમાંથી ચોરી કરનાર સિકલીગર ગેંગના બે સાગરીતોને પોલીસે ઝડપી પાડયા છે.

સયાજીપુરા બસસ્ટેન્ડ પાસેથી ક્રાઇમ  બ્રાન્ચે અગાઉ ચોરીના બનાવોમાં પકડાયેલા બલવીરસિંગ નેપાળસિંગ સીકલીગર(જૂણી) (એકતાનગર,આજવારોડ) અને ક્રિપાલસિંગ જેરિલસિંગ સિકલીગર(જૂણી)ને તપાસતાં તેમની પાસેથી સોનાની નથ,ચાંદીનો સિક્કો,પાયલ જેવા દાગીના અને રોકડા રૃ.૧ હજાર મળ્યા હતા.

પોલીસની પૂછપરછમાં બંને જણાએ બે દિવસ પહેલાં ત્રીજા એક સાગરીતને સાથે રાખી આજવારોડના લક્ષ્મીનગરના મકાનમાં હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી હતી.આ પૈકી બલવીરસિંગ સામે અગાઉ હત્યાનો પ્રયાસ,ચોરી જેવા એક ડઝન ગુના નોંધાયા હતા.જ્યારે,ક્રિપાલસિંગપણ હત્યાનો પ્રયાસ, લૂંટ અને ચોરીના ગુનામાં પકડાયો હતો.

Download Our B K News Today App



Related News