મુખ્તાર અંસારી ગેંગ માટે કામ કરી ચૂકેલા 2 શાર્પ શૂટર ઠાર, બંનેએ ધોળા દિવસે ડેપ્યુટી જેલરની હત્યા કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 12:21:01
  • Views : 239
  • Modified Date : 2021-03-04 12:21:01

    ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે મોડી રાતે સ્પેશિયલ ટાસ્કફોર્સ (STF)ના એન્કાઉન્ટરમાં બે શાર્પ શૂટરને ઠાર કરી દેવામાં આવ્યા છે. બંને અંદાજે 8 વર્ષ પહેલાં બાહુબલી મુખ્તાર અંસારી ગેંગ માટે કામ કરી ચૂક્યા છે. 2013માં બંનેએ તેમના સાથીઓની મદદથી બનારસના એ સમયના ડેપ્યુટી જેલર અનિલ કુમાર ત્યાગીની હત્યા કરી દીધી હતી. આ હુમલો મુખ્તાર અંસારી અને માફિયા મુન્ના બજરંગીના ઈશારા પર કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે ગુરુવારે પણ બંને પ્રયાગરાજમાં કોઈ મોટી દુર્ઘટના સર્જવાના હતા.

    એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા બંને બદમાશોનાં નામ રાજીવ પાંડે ઉર્ફે વકીલ પાંડે અને એસએચ અહમદ ઉર્ફે અંગદ છે. રાજીવે જૂન 2020માં ધારાસભ્ય વિજય મિશ્રાને જીવથી મારવાની ધમકી આપી હતી. ત્યાર પછી તેમણે લેટર હેડ પર આ વાતની ફરિયાદ ગૃહમંત્રી અમિત શાહને કરી હતી. તેમના પર રૂ. 50 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું.

    એસડીએફના એડીજી અમિતાભ યશે જણાવ્યું હતું કે ગયા વર્ષે 28મેના રોજ માફિયા દિલીપ મિશ્રાની કોલેજથી એક લાખનું ઈનામ રાખ્યું હતું તેવા નીરજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે દિલીપના કહેવાથી તેણે વકીલ પાંડેની સાથે RSS સાથે જોડાયેલા સુજિત સિંહ અને પ્રયાગરાજના સપાનેતા નન્હે ખાનના જમાઈ સલીમ અહમદની હત્યા કરવા માટે ત્રણવાર રેકી કરી હતી. નીરજ તેમની હત્યા કરે એ પહેલાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બંનેએ રાંચીના એક મોટા અધિકારીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

    રાજીવ અને અમજદ આજકાલ મુન્ના બજરંગી અને દિલીપ મિશ્રા ગેંગ માટે કામ કરતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, અથડામણ નૈની પોલીસ સ્ટેશનના ઐરલ વિસ્તારમાં થઈ હતી. પોલીસને મળેલી ખાનગી માહિતીના આધાર પર બંનેને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી હતી. બંનેએ ભાગવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે તેમનો પીછો કર્યો હતો. બદમાશોએ ફાયરિંગ કર્યું હતું . જવાબી કાર્યવાહીમાં બે લોકો ઘાયલ થયા હતા.તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 30 અને 9MM પિસ્તોલની સાથે લાઈ કારતૂત અને મોટરસાઈકલ જપ્ત કરી છે.

    ઉત્તર પ્રદેશમાં માર્ચ 2017માં યોગી સરકાર બન્યા પછી અત્યાર સુધીમાં પોલીસ અને ગુંડાઓ વચ્ચે 7,500 વખત અથડામણ થઈ છે. તેમાં 135 ગુંડાઓને ઠાર કરવામાં આવ્યા છે. 2,900 કરતા વધારે ગુંડાઓ ઘાયલ થયા છે.


Download Our B K News Today App



Related News