થરાદ પાસે બે અલગ અલગ સર્જાયા અકસ્માત : 5 લોકોના કરૂણ મોત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 12:52:58
  • Views : 2207
  • Modified Date : 2021-10-06 12:52:58

    બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.એક બાદ એક અનેક નાના મોટા અકસ્માતમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓ મોતને ભેટી છે.ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ-સાંચોર હાઇવે પર આજે બપોરના સમયે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માંગરોળ નજીક ઇકો ગાડી અને ટેન્કર સામસામે ટકરાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇકો કાર નો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં બેઠેલા મેઘા પટેલ, રવારામ મેઘવાલ, રાજાભાઈ ધમણ અને પ્રકાશ મજીરાણા નામના 4 મુસાફરો ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા, તેમજ અન્ય મુસાફરો ને પણ એક ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો જોકે લોકોએ પીંછો કરી તેને થરાદ પાસેથી ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. આ સિવાય વાવ હાઈવે પર પણ ચારડા નજીક ટેન્કર જેસીબી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આમ જિલ્લામાં અલગ-અલગ બે જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીક ની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

Download Our B K News Today App



Related News