અમદાવાદના હેબતપુર વિસ્તારમાં લૂંટના ઈરાદે બે સિનિયર સિટિઝન દંપતીની ઘાતકી હત્યા કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-05 11:37:51
  • Views : 290
  • Modified Date : 2021-03-05 11:37:51

    અમદાવાદ શહેરમાં હેબતપુરા વિસ્તારમાં લૂંટના ઈરાદે બે સીનિયર સિટિઝન દંપતીની ઘાતકી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. શુક્રવારે સવારે બનેલી આ ઘટનામાંપોલીસે હાલ ચોરી કે લૂંટના ઇરાદે હત્યા કરાયાની આશંકાથી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આ કેસમાં જાણભેદુ શખ્સોએ હત્યા કરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

    પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના હેબતપુરા ચાર રસ્તા પાસે આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝમાં જાણીતા પટેલ પરિવારના બે સભ્યોની ચોરીના ઈરાદે ઘરમાં ઘુસેલા શખ્સોએ હત્યા કરી હતી. સીનીયર સીટીઝન દંપતીના અશોકભાઈ કરસનદાસ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હતી.પોલીસને આ મામલે ઘરઘાટી અથવા તો જાણભેદુ શખ્સોએ હત્યા નીપજાવી હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે તેમનો દિકરો હેતાર્થ પટેલ હાલમાં દુબઈ રહે છે. તેમજ મૃતક દંપત્તિ પણ લોકડાઉનના સમયગાળામાં દુબઈ હતાં. તેમનો ઘરઘાટી હાલ અહીંયાં જ છે. તે ઉપરાંત તેમના ઘરનો દરવાજો પણ તોડી નાંખવામાં આવ્યો છે. તેમની દિકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે.

    અમદાવાદ શહેરમાં પોલીસ એક તરફ સિનિયર સીટીઝનને મદદ કરવાની વાતો કરે છે ત્યારે શહેરના પોશ વિસ્તરમાં આજે સવારે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. મૃતક વૃદ્ધને ગળું કાપીને રહેંસી નાખવામાં આવ્યા છે.વૃદ્ધ અશોકભાઈની લાશ બેડરૂમમાં મળી આવી હતી, જ્યારે તેમના પત્ની જ્યોત્સના બેનની લાશ સીડીમાં પડી હતી. ઘરમાં સમાન અસ્ત વ્યસ્ત પડ્યો છે.જ્યારે ઘરનો મુખ્ય દરવાજો તોડી દેવામાં આવ્યો છે.અગાઉ ઘરઘાટી પર શંકા હતી પણ તે અહીંયા જ છે જેથી હવે પોલીસ ને શંકા છે કે કોઈએ રેકી કરીને હત્યા કરી હશે.બીજી તરફ આ સમગ્ર મામલે હાલ ઉચ્ચ પોલીસ અધિકારી અને અન્ય એજન્સી પણ સ્પોટ પર હાજર થઈ ગયા છે

    અમદાવાદ શહેરમાં એકલા રહેતા સિનિયર સિટિઝનની સુરક્ષા સામે સવાલ ઉભો કરતો બનાવ સામે આવ્યો છે. વેજલપુર ગામમાં 80 વર્ષની વૃદ્ધાની માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધા બે દિવસથી બહાર દેખાયા ન હતા. જેથી ભાડૂઆતે જોતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. તેણે વૃદ્ધાના દીકરાને જાણ કરી હતી. તેમજ મૃતદેહ પરથી ઘરેણા પણ ગાયબ હતા. અંગત અદાવત અથવા પારિવારિક સંબંધોમાં ખટરાગને લઈ હત્યા કરાઈ હોવાની શંકા પોલીસે તે સમયે વ્યક્ત કરી હતી.

    શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા NRI સિનિયર સિટીઝન 72 વર્ષીય નરેનભાઈ શાહ મૂળ અમેરિકન નાગરિકત્વ ધરાવે છે તેમજ તેમના પત્ની હાલ અમેરિકા છે આઠ વર્ષથી નરેન્દ્ર ભાઈ અમદાવાદમાં રહે છે. 25મી તારીખે તેઓ રાતના બે વાગ્યા સુધી ઘરમાં જાગતા હતા. ત્યારબાદ તેઓ સુઈ ગયા અને ત્રણ વાગ્યાની આસપાસ તેમના ઘરનો ડોરબેલ વાગ્યો હતો. નરેન્દ્રભાઈએ દરવાજો ખોલતાં તેઓ કોઈ સમજી શકે તે પહેલાં જ તેમની આંખમાં મરચાની ભૂકી કોઈએ નાખી દીધી હતી. જેના કારણે તેઓ દેખી શક્યા નહીં થોડીવારમાં આ લોકોએ નરેન્દ્ર ભાઈ ના મોઢા પર અને હાથ પર ટેપ વીંટી દીધી હતી. ત્યારબાદ આ શખ્સોએ ઘરમાંથી ટીવી ચાંદીની વીંટી અને અન્ય વસ્તુઓ લઈને ફરાર થઇ ગયા હતા.


Download Our B K News Today App



Related News