અમીરગઢ તાલુકા પંચાયતના બે પૂર્વ સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 05:56:54
  • Views : 492
  • Modified Date : 2019-04-17 05:56:54

અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ખાતે બિરાજમાન શ્રી મુનિજી મહારાજની પાવન ભૂમિ પર ભાજપનું માલધારી સંમેલન યોજાયું હતું. જેમાં અમીરગઢ તાલુકા પંચાયતના બે પૂર્વ સદસ્યો સહિત કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી દુષ્યંતભાઇ પંડ્‌યા, બનાસકાંઠા લોકસભા સીટના ઇન્ચાર્જ રાણાભાઇ દેસાઈ અને બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવેની ઉપસ્થિતિમાં અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન, બનાસ ડેરીના વાઇસ ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે ભાજપનો માલધારી સંમેલન યોજાયું હતું. જેમાં અમીરગઢ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય જેઠાભાઇ લોધા (જેથી) તેમજ પૂર્વ સદસ્ય અને કપાસિયા ગામના સરપંચ પ્રભુભાઈ રબારી સહિત કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા માલધારી સમાજ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને માલધારી સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. ત્યારે માલધારી સમાજે પણ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ ભાજપ તરફી મતદાન કરી કરાવી બીજી વખત નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા કામે લાગી જઇ ઋણ ચુકવવુ જોઈએ તેમ માલધારી સમાજના આગેવાન માવજીભાઈ દેસાઇએ જણાવ્યું હતું.માલધારી સંમેલનમાં બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલના પુત્ર મહેશભાઇ પટેલ, ડીસા તાલુકા સંઘના ચેરમેન દશરથભાઇ દેસાઇ, બનાસ બેંકના વાઇસ ચેરમેન જીગરભાઇ દેસાઇ, ડા. સંજયભાઈ દેસાઇ, ડીરેકટર ભાવાભાઇ રબારી, ઈકબાલગઢ માર્કેટયાર્ડના ચેરમેન મોતીભાઈ દેસાઇ, જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અમરતભાઇ દેસાઇ, ભોળાભાઈ વેરણા, ઇશ્વરભાઇ શિકરીયા અને યુવા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઇ દેસાઇ સહિત માલધારી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.


Download Our B K News Today App



Related News