ડીસા થરાદ રોડ પર જીપ ગાડી પલટી ખાતા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-07 11:40:53
  • Views : 387
  • Modified Date : 2021-09-07 11:40:53

     ડીસા થરાદ રોડ પર જીપ ગાડી પલટી ખાતા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ડીસા થી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને એવી વાહનોના ગભલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક જિંદગીઓ મોતને પણ ભેટ્યા છે ત્યારે આવો વધુ એક અકસ્માત ડીસા અને થરાદ રોડ પર સર્જાયો હતો ડીસા તરફથી પેસેન્જર જીપ ભરીને થરાદ તરફ જઈ રહેલા જીપ ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ પલટી ગઈ હતી અકસ્માતમાં પાછળ લટકેલ ઇકબાલ ઈસ્માઈલ બલોચ અને સિકંદર નૂર મહંમદ ફકીર રોડ પર પટકાયા હતા જ્યાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ વાન પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ સિકંદર નૂર મહંમદ ફકીરની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News