ડીસા-ધાનેરા હાઈવે પરના કંસારી નજીક ટ્રક ચાલકે બોલેરો કેમ્પર ને ટકકર મારતાં બે વ્યક્તિ ને ઈજાઓ પહોંચી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 10:45:16
  • Views : 275
  • Modified Date : 2022-07-19 10:45:16

ડીસા-ધાનેરા હાઈવે પરના કંસારી નજીક ટ્રક ચાલકે બોલેરો કેમ્પર ને ટકકર મારતાં બે વ્યક્તિ ને ઈજાઓ પહોંચી હતી

  ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ડીસા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક નેશનલ હાઇવે પર ગોજારા અકસ્માતો સર્જાયા છે જેમાં ક્યાંક લોકો ઈજાગ્રત થયા છે તો ક્યાંક લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે આવો જ એક અકસ્માત ડીસા તાલુકાના કંસારી ગામ પાસે સર્જાયો હતો.જેમાં રાજસ્થાન ના બાડમેર જીલ્લાના ગુડા માલાની તાલુકા ના નવાનગર ગામના ક્રિષ્નારામ હુકારામ વિશ્નોઈ અને તેમના ભત્રીજા સુરેશભાઈ વિશ્નોઈ RJ-04-GB-7287 નંબર ના બોલેરો કેમપર લઈ ડીસા તરફ આવી રહ્યાં હતાં. જે દરમિયાન કંસારી નજીકની ચૌધરી હોટલ પાસે પહોંચતા જ GJ-08-2971 નંબર ની ટ્રક ના ચાલકે બોલેરો કેમ્પર ને ટકકર મારતાં ક્રિષ્નારામ વિશ્નોઈ અને સુરેશભાઈ વિશ્નોઈ ને માથાના ભાગે નાની મોટી ઈજાઓ થતાં 108 માં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News