અમદાવાદમાં SG હાઈવે પર લેન્ડમાર્ક હોન્ડાના શૉ રૂમ કમ્પાઉન્ડમાંથી સફારી કારમાં આવેલા બે શખ્સો કાર ચોરીને ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 14:25:04
  • Views : 342
  • Modified Date : 2020-11-11 14:25:04

          અમદાવાદના SG હાઈવે પર લેન્ડમાર્ક હોન્ડાના શૉ રૂમના કમ્પાઉન્ડમાંથી વૈભવી કારમાં આવેલા બે શખ્સો કાર ચોરીને ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે. વસ્ત્રાપુર પોલીસને આ ઘટનાની જાણ કરાતાં પોલીસે શૉ રૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યાં હતાં. જેમાં સફારી કારમાં આવેલા બે શખ્સો શૉ રૂમના ક્લિનિંગ એરિયામાંથી કાર લઈને ફરાર થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે.અમદાવાદના SG હાઈવે પર સ્થિત લેન્ડમાર્ક હોન્ડા શૉ રૂમમાં ઇ.ડી.પી ઇન્ચાર્જ હારુન મિર્ઝાએ પોલીસ ફરિયાદ નોધાવી હતી કે, 3જી નવેમ્બરે હોન્ડા કંપનીની City VX MT મોડલની કારની ડિલિવરી આપવાની હોવાથી કાર ગોડાઉનમાંથી લાવી વૉશ કરીને શૉ રૂમમાં મૂકી હતી. જોકે, કારનું પેમેન્ટ ક્લિયર ન થતાં કાર કલીનિંગ એરિયામાં સિક્યુરિટી કેબિનની પાછળ મૂકી હતી. કારની ચાવી પણ કારમાં જ હતી 6 તારીખે પેમેન્ટ ક્લિયર થતાં કારની ડિલિવરી આપવાની હતી જેથી સ્ટાફના માણસો કાર લેવા માટે ગયા હતા. પરંતુ કાર ત્યાં કાર ન હતી.બેઝમેન્ટ, સ્ટોક યાર્ડ અને શૉ રૂમમાં અન્ય વિભાગોમાં પણ તપાસ કરી હતી છતાં કાર મળી આવી ન હતી. જેથી સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. CCTVની તપાસમાં જોવા મળ્યું કે 5મી નવેમ્બરના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ગુરુદ્વારા તરફથી સફારી કારમાં બે શખ્સો આવ્યા હતા અને ડ્રાઇવર સીટ પર બેઠા હતા.એક શખ્સ નીચે ઉતરી શૉ રૂમની આગળ પેસેજમાં પડેલી કારનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. સિક્યુરિટી કેબિન આગળ જઈ આ કારનો દરવાજો ખોલી કાર લઇ પલાયન થઈ જાય છે. બાદમાં સફારી કારમાં આવેલો અન્ય ઈસમ પણ તેની કાર લઇ નીકળી જાય છે.પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News