પાલનપુરમાં બસમાં ગાંજાની હેરાફેરી કરતા દિયોદરના રૈયા ગામના બે શખ્સો ઝડપાયા : અંદાજિત 5 કિલો ગાંજો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 12:35:58
  • Views : 379
  • Modified Date : 2021-11-30 12:35:58

 

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રોજેરોજ રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લાની બોલેરો મારફતે આ સામાજિક લોકો દ્વારા મોટા પ્રમાણમાં કેફી પદાર્થોની હેરાફેરી કરવામાં આવી રહી છે ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં રાજસ્થાન થી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકા ઉપર લગાવેલ ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં દારૂ અને કેફી પદાર્થો મોકલવામાં આવી રહ્યા છે પરંતુ કેટલીકવાર પોલીસને મળેલી બાતમીના આધારે અત્યાર સુધી મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ તાલુકાઓ માંથી મોટા પ્રમાણમાં કેફી પદાર્થો ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે આજે પાલનપુર રામપુરા ચોકડી પાસેથી બસમાં ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા છે. એસ.ઓ.જી.ની ટીમ ને આજે વહેલી સવારે ખાનગી રાહે માહિતી મળતા જ રામપુરા ચોકડી પાસે વોચ ગોઠવી હતી,  તે દરમિયાન અંબાજી થી નારાયણ સરોવર તરફ જતી શંકાસ્પદ બસ ને શોભાવી તેની તલાસી લીધી હતી. જે બસમાં મુસાફરી કરતા દિયોદર ના રૈયા ગામ ના પ્રકાશ બાબુભાઈ નાયી અને મનુ રાયમલભાઈ પરમાર પાસેથી 5.335 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 59 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે બંને શખ્સોની અટકાયત કરી હતી અને બંને સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી પાલનપુર પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News