દીવાળીના તહેવાર વચ્ચે પાલનપુર પાસેથી ગૌમાંસની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા : કુલ 364 કિલો ગૌમાંસનો જથ્થો કર્યો જપ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-02 12:02:51
  • Views : 257
  • Modified Date : 2021-11-02 12:02:51

દીવાળીના તહેવાર વચ્ચે પાલનપુર પાસેથી ગૌમાંસની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા : કુલ 364 કિલો ગૌમાંસનો જથ્થો કર્યો જપ્ત

 

ટાવેરા ગાડી માં ગૌમાંસ ની હેરાફેરી થતી હતી, 2.28 લાખનો 364 કિલો ગૌમાંસ નો જથ્થો જપ્ત

 

5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

 

બનાસકાંઠા ના તાલેપુરા ગામે થી ગૌમાંસ ના જથ્થા ની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે ટાવેરા ગાડીમાં ગૌમાંસ ના જથ્થા ની હેરાફેરી કરતા બે શખ્સો ને ઝડપી પડ્યા હતા જ્યારે 5 સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગૌમાંસ ની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા પાલનપુર શહેર પૂર્વ પોલીસે તપાસ હાથ ધરી હતી જે અંતર્ગત બાતમી આધારે પાલનપુર તાલુકાના તાલેપુરા ગામેથી એક ગાડીમાં ગૌમાંસનો મોટો જથ્થો ભરીને પાલનપુર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસ એલર્ટ થઈ હતી તે દરમ્યાન એક ઈનોવા ગાડી  પર શંકા જતા તેને રોકાવી તલાશી લેતા તેમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું. જેથી પોલીસે 2.28 લાખ ની કિંમત નો 364 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે ગાડી ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી બે મોબાઈલ, ટવેરા ગાડી સહિત નો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પૂછપરછ કરતા વધુ ત્રણ લોકો ના નામ જાણવા મળ્યા હતા જેથી પોલીસે ઝડપાયેલા બે શખ્સો સહિત કુલ 5 લોકો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News