પાલનપુર ના ગઢ ગામે જવેલર્સ ની દુકાનમાં ચોરી વેપારી ની નજર ચૂકવી બે શખ્સો 2.75 લાખ ના દાગીના લઇ ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 11:31:51
  • Views : 293
  • Modified Date : 2022-06-26 11:31:51

 

પાયલ જવેલર્સ નામની દુકાનમાં દિન દહાદે થઈ ચોરી ગઢ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી

પાલનપુર તાલુકાના ગઢ ગામે એક પાયલ નામની જ્વેલર્સ ની દુકાનમાંથી બે અજાણ્યા ઈસમોએ દુકાન માલિક નજર ચૂકવી 54 ગ્રામ સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે જેમાં પાયલ જ્વેલર્સ ના વેપારીએ ગઢ પોલીસ સ્ટેશન પહોંચી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે

દુકાન માલિક નજર ચૂકવી 54 ગ્રામ સોનાના દાગીનાની ઉઠાંતરી કરી

ગઢ સલ્લા રોડ ઉપર આવેલ પાયલ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા મોતીભાઈ રમણભાઈ સોની પોતાની દુકાન થી 18 જૂન ના તેમના માતા બીમાર હોય બપોરે એક વાગ્યાના સમયે નવા ઘરે ગયા હતા અને દુકાન ઉપર તેમના પિતા બેઠેલા હતા તે સમયે બે અજાણ્યા ઇસમો આવી જ્વેલર્સની દુકાન બેઠેલા રમણભાઈ પાસે ને કાનની કડીઓ માંગ તા 1100 માં કાનની કડીઓ આપેલ ત્યારબાદ તે બંને જણા દુકાન પરથી જતા રહેલા થોડીવાર પછી તેઓ ફરી થી પાછા દુકાન ઉપર આવેલ અને સોનાની ચૂની ની માંગણી કરતા વેપારી રમણભાઈએ તેમને દાગીના ડબ્બો ટેબલ પર મૂકી તેમાંથી સોનાની ચુની બતાવેલ અને ત્યારે એક ઈસમ આ ચુની તથા બીજા દાગીના જોતો અને પાછા મુક વારંવાર કરતો હતો ત્યારબાદ તે બંને જણા જતા રહેલા

સોનાની ચોરી કરતા ઈસમ cctv કેમેરા કેદ

વેપારી તેમજ આજુબાજુના લોકોએ ગઢ શહેરની આજુબાજુ તપાસ કરતા એ ઈસમો મળેલ નહીં ચોરીમાં ગયેલ સોનાના દાગીનાની ખાતરી કરતા જેથી પાયલ જ્વેલર્સ ના માલિકે હિસાબ મેળવવા માટે  દુકાનમાં ખરીદી કરેલ તેમજ વેચાણ કરેલ તમામ સોના ચાંદીના દાગીના ના બિલો શોધી અને ચોરીમાં ગયેલ સોનાના દાગીના નો હિસાબ મેળવવા દુકાન ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો સોનાની બુટ્ટી નંગ 2 જે 7 ગ્રામ કિંમત રૂપિયા 35 હજાર ચેન નંગ 1 જે 11 ગ્રામ કિંમત 56 હજાર સોનાની વીંટી નંગ 5 જે 17 ગ્રામ કિંમત 84 હજાર 627 રૂપિયા તેમજ કાનની શેર નંગ 10 જે 20 ગ્રામ જેની કિંમત 1 લાખ જે કુલ કિંમત 2 લાખ 75 હજાર 627 રૂપિયા ની મતા ની ચોરી થઇ હોવાનું જાણતા વેપારીઓએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા જોઈ દુકાનમાં બે અજાણ્યા ઇસમો આવી સીસીટીવીમાં દુકાન ના ડબ્બામાં તે ઇસમ પોતાનો હાથ નાખી ચોરી કરતો દેખાય છે

વેપારીએ દુકાનમાંથી ચોરી સોનાના અલગ-અલગ પ્રકારના દાગીનાની ગઢ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી

વેપારીએ દુકાનમાંથી ચોરી સોનાના અલગ-અલગ પ્રકારના દાગીનાની ગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જોકે ગઢ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે આ બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News