પાલનપુરના રતનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતમાં : 2 ના મોત, 4 ને ગંભીર ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 11:24:17
  • Views : 375
  • Modified Date : 2021-05-23 11:24:17

બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોનાવાયરસ ની મહામારી દિવસેને દિવસે વધી રહી છે તો બીજી તરફ કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે એક તરફ કોરોનાવાયરસ ની મહામારીમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ લોકો કોરોનાવાયરસ ની મહામારીમાં જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ વારંવાર સર્જાતા અકસ્માતમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પાલનપુર દાંતા રોડ પર આવેલ રતનપુર પાસે  ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સતલાસણા ના નનીભાળુ ગામનો ચૌહાણ પરિવાર ઇકો ગાડી લઈને દાંતીવાડા પાસે લગ્ન પ્રસંગે ગયો હતો ત્યાંથી આ પરિવાર પરત આવી રહ્યો હતો તે દરમિયાન પાલનપુર ના રતનપુર પાસે હાઇવે પર ટ્રક અને ઇકો ગાડી સામસામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો ગાડી ના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા ઇકો ગાડીમાં બેઠેલા જયબા કિરણસિંહ ચૌહાણ અને અમરતબા અદેસિંહ ચૌહાણ નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

    ઘટનાને પગલે આજુબાજુના લોકો,  ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અને પાલનપુર તાલુકા પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી હતી જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડતા બે લોકોના કરૂણ મોતથી ચૌહાણ પરિવારમાં માતમ છવાયો હતો.    


Download Our B K News Today App



Related News