ડીસાના કંસારી ગામ ખાતે પાણી બાબતે મારામારી સર્જાતા બે લોકો ઘાયલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-25 11:33:59
  • Views : 359
  • Modified Date : 2022-03-25 11:33:59

ડીસાના કંસારી ગામ ખાતે પાણી બાબતે મારામારી સર્જાતા બે લોકો ઘાયલ.

 

ડીસા તાલુકાના કંસારી ગામ ખાતે એક દુકાન પર પીવાના પાણી બાબતને લઈને મારામારી સર્જાઈ હતી.આ ઘટનામાં ત્રણ શખ્સોએ બે યુવક પર હુમલો કરતાં ઘાયલ યુવકોને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..

 

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મારામારીના બનાવો દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ કંસારી ગામ ખાતે એક દુકાન પર રમેશભાઇ  મફાભાઈ પરમાર તેમજ રાયચંદભાઈ મફાભાઈ પરમાર આ બંને જણ દુકાન પર પીવાનું પાણી માગતા દુકાન પર બેઠેલા 3 શખ્સોએ દુકાન પર આવેલ રમેશભાઈ મફાભાઈ પરમાર અને રાયચંદ ભાઈ મફાભાઈ પરમાર ને અપમાનીત શબ્દો બોલી ઇટ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં દુકાન પર પાણી પીવા માટે આવેલ રમેશભાઇ મફા ભાઈ પરમાર અને રાયચંદ ભાઈ મફાં ભાઈ પરમાર ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાના પગલે કંસારી સ્ટેશન ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અને ઘાયલ તમામ લોકોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. આ સમગ્ર ઘટના ના પગલે ડીસા તાલુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News