ગાંધીધામના કંડલા-તુણા રોડ પર અકસ્માતમાં બે લોકોના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-15 18:13:53
  • Views : 99
  • Modified Date : 2023-10-15 18:13:53

અકસ્માત ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ડમ્પર નીચે બાઈક આવી જતાં બાઈક સવાર બંને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં બે યુવાનોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગાંધીધામના કંડલાથી તુણાના રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકનાં મોત નિપજ્યાં છે. ડમ્પર નીચે બાઈક આવી જતાં બાઈક સવાર બંને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં બે યુવાનોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.બીજી તરફ ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 9 લોકોના મોત થયા હતા. રતનપુર ચેક પોસ્ટ નજીક રાજસ્થાનની હદમાં ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીપ પલટી ખાઈ જતા જીપમાં સવાર 19 લોકો પૈકી 9ના મોત થયા હતા. જ્યારે અન્ય 10 જેટલા લોકો ઘાયલ થતાં બિછીવાડા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

Download Our B K News Today App



Related News