પાટણના ચકચારી ડબલ મર્ડર કેસની આરોપી ડોક્ટર ૭ દિવસના રીમાન્ડ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:30:46
  • Views : 485
  • Modified Date : 2019-06-07 11:30:46

પાટણ શહેરમાં સગાભાઈ અને ભત્રીજીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારનાર બહેનને ગતરોજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા બાદ ગુરુવારે તેની વધુ પૂછતાછ માટે પાટ્‌ણ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ દરમ્યાન કંઇક અલગ તારણપણ બહાર આવી શકે તેમ છે.પાટણ શહેરમાં બનેલી ચકચારી ડબલ મર્ડર કેસમાં મૂળ સિધ્ધપુર તાલુકાના કલાણા ગામે રહેતા અને અમદાવાદમાં ધંધાર્થે સ્થાયી થયેલા પટેલ પરિવારની દીકરી કિન્નરી નરેન્દ્રભાઈ પટેલ જે પોતે ડેન્ટિસ્ટ ડોક્ટર તરીકે વ્યવસાય કરતી હતી. તેણે પોતાના સગાભાઈ જીગર પટેલ અને ભાઈ ની ૧૪ માસની દીકરી માહીને ઝેરી દવા આપી પ્રી પ્લાનીંગથી બંનેની હત્યા કરી દેતા સમગ્ર શહેરમાં તેમજ સમગ્ર પાટીદાર સમાજમાં ચકચાર મચી જવા પામી છે. જેથી લોકો સગાભાઇ અને તેની ૧૪ માસની દીકરીને મોતને ઘાટ ઉતારનાર હત્યારી બહેન ઉપર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.  આવી બહેનને કડકમાં કડક સજા થાય તો ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિ પણ પોતાના પરિવાર સાથે આવું  કૃત્ય ન કરે તેવું ઈચ્છી રહ્યા છે.પ્રી પ્લાનિંગથી પોતાના જ પરિવારની બે બે વ્યક્તિઓની હત્યા કરનારી ડોક્ટર કિન્નરી પટેલ સામે ગતરોજ તેના પિતાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસની તપાસ કરી રહેલા પ્રોબેશન ડીવાયએસપી વાણી દુધાત, પી.આઈ. આર.જી.ચૌધરી અને સ્ટાફના માણસોએ ડોક્ટર કિન્નરી પટેલની ધરપકડ કરી લીધી હતી અને હત્યાઓ કરવા પાછળનું કારણ જાણવા માટે તેમજ જરૂરી મુદ્દામાલ કબ્જે કરવા માટે ગતરોજ સાંજે બી ડીવીઝન પોલીસે કિન્નરી પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડની માંગણી કરતા  નામદાર કોર્ટે ૭ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. 


Download Our B K News Today App



Related News