સુરતના સ્લમ વિસ્તારમાંથી દોઠ કિલો ગાંજા ઝડપાયો

  • Published By :
  • Published Date : 2022-09-26 14:15:49
  • Views : 212
  • Modified Date : 2022-09-26 14:15:49

સચીન એલ.આઈ.જી. આવાસના મકાનમાં રેઇડ કરી ગાંજાનુ વેચાણ કરતા રીઢા આરોપીને પ્રતિબંધિત ગાંજોનો જથ્થો વજન ૧.૬૩૨ કિ.ગ્રા. તથા ગાંજો પીવા માટેના રેઝલા પેપરો, સ્ટીકો તથા ચીલમો મળી કુલ 98 હજારનો  મુદ્દામાલ કબ્જે કરઈને એસ.ઓ.જી પોલીસે એકની ધરપકડ કરી છે. સુરતમાં ચાલતા ગાંજાના નેટવર્કનો પડદો પાસ કર્યો છે.ગુજરાતમાં યુવાનોને રવાડે ચઠાવવા માટેનો કારોબાર કરતા લોકો પોલીસના દબાણ વચ્ચે સતત નશાના પદાર્થો લાવીને ગુજરાતના સુરતમાં વેચાણ કરતા હોય છે. ત્યારે આવા લોકો ઉપર સુરત પોલીસે તવાઈ બોલાવી છે. સુરત શહેરમાં અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખી નાર્કોટીકસની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર સકંજો કસી આ નેટવર્કને પર્દાફાશ કરી રહી છે.

Download Our B K News Today App



Related News