ડીસા વડાવલ પાટીયા પાસે મારુતીવાન નો અકસ્માત સર્જાયો બેનાં મોત ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-23 11:50:23
  • Views : 550
  • Modified Date : 2021-08-23 11:50:23

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર વરસી રહી છે અને અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યાં છે કેટલીક વાર ગફલતભરી ડ્રાઈવિંગ ના કારણે આકસ્મિક ઘટના બનતી હોય છે ત્યારે આજે ડીસા વડાવલ પાટીયા પાસે પવિત્ર રક્ષાબંધનના દિવસે  વેગાનેર કાર અને આઈસર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અનિલભાઈ સરદાર ભાઇ નટ અને શાંતીભાઈ સાયબા ભાઇ નટ નું મુત્યુ થયું હતું જ્યારે જીવણ ભાઈ હકમાભાઇ. દશરથ ભાઈ રમચંદ ભાઈ રોહિત ભાઈ બાબુભાઈ નટને ગંભીર ઈજાગ્રસ્ત થતાં ડીસા સિવિલ હોસ્પિટલ બાદ ત્રણેય જણ પાલનપુર રીફર કરવામાં આવ્યાં હતાં  સુત્રોના જણાવ્યા અનુસાર વેગનાર ગાડીમાં સવાર તમામ લોકો પાટણ જિલ્લાના વરાણા ખોડીયાર માતાજી મંદિર દર્શનાર્થે જતાં હતાં તે દરમિયાન આઈસર ગાડી ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હોવાનું લોકમુખે જાણવાં મળ્યું હતું જોકે સમગ્ર અકસ્માતનાં પગલે  પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા વધું તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News