વડોદરાના પાદરા પાસે કાર ઝાડ સાથે અથડાતા 2 લોકોના મોત, બાળકનો ચમત્કારિક બચાવ, તમામને કાર ચીરીને બહાર કાઢ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 14:40:51
  • Views : 263
  • Modified Date : 2021-04-04 14:40:51

    વડોદરા જિલ્લાના પાદરા નજીક સરસવણી ગામ નજીક વિચિત્ર અકસ્માત થયો હતો. કાર ચાલક દ્વારા સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમા આવેલી વરસાદી કાસમાં આવેલા ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે એક બાળકનો ચમત્કારિક મોત બચાવ થયો હતો.

* મૃતકના નામ:
-  ઝુબેરભાઈ બનઝારા(ઉ.28), (રહે, તાંદળજા, વડોદરા)

- ઘાંચી રેશ્માબેન જાહિદ્રાઇ(ઉ.32), (રહે, સાવલી, વડોદરા)

* ઇજાગ્રસ્ત બાળકનું નામ: 
- ઘાંચી અતિક જાવેદભાઈ(ઉ.12)


    પાદરા-કરજણ રોડ પર સરસવણી ગામ નજીક શનિવારે રાત્રે કારને અકસ્માત નડ્યો હતો. જેને પગલે કારમાં 3 લોકો ફસાયા હતા. જેથી ફાયર બ્રિગેજ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડે સ્થાનિક રહીશો અને બે જેસીબી મશીનની મદદથી બે મૃતદેહ અને એક જીવિત બાળકને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. બે ક્રેન દ્વારા કારને ચીરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે જ કાર ચાલક અને કારમા બેઠેલી મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે બાળકને ગંભીર ઈજાઓ પહોચતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં સરવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.કારના અકસ્માતની ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ દોડી ગઇ હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.


Download Our B K News Today App



Related News